ETV Bharat / state

Startup India: GTUના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને વડાપ્રધાનની સ્ટાર્ટઅપની ચર્ચામાં મળ્યું સ્થાન - હેમ્પોઈન નામની કેપ્સુલ

દેશમાં યુવાનો સ્ટાર્ટઅપ (Startup India) અને ઇનોવેશનમાં રસ દાખવે તે હેતુથી ઘણી યોજનાઓ ઘડવામાં આવી છે. આ અંતર્ગત વડાપ્રધાન મોદીએ અનેક સ્ટાર્ટઅપકર્તાઓ સાથે ઇનોવેશનને વેગ મળે તે માટે ચર્ચા કરી હતી અને GTUના ડૉ.સંજય ચૌહાણના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને (Hampoin capsule) પણ ચર્ચામાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

Startup India: GTUના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને વડાપ્રધાનની સ્ટાર્ટઅપની ચર્ચામાં મળ્યું સ્થાન

author img

By

Published : Jan 16, 2022, 4:17 PM IST

અમદાવાદ: દેશમાં યુવાનો સવિશેષ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં (Startup India) કાર્યરત થાય તે હેતુસર મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (Ministry of Commerce and Industries) અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ દ્વારા વર્ષ 2021ના નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ (National Startup Award 2021) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નેશનલ સ્ટાર્ટઅપ દિવસની કરાઇ જાહેરાત

આ અંતર્ગત વડાપ્રધાન મોદીએ અનેક સ્ટાર્ટઅપકર્તાઓ સાથે ઇનોવેશનને વેગ મળે તે માટે ચર્ચા કરી હતી. આ ઉપરાંત 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ દિવસ (National Startup Day 2022) તરીકે ઉજવવાનું એલાન કર્યું છે. આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડાયરેક્ટર ડૉ.સંજય ચૌહાણના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને પણ ચર્ચામાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

જામો દવાના ફાયદા વિશે

ફાર્મસી વિભાગના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે પ્રકારની હેમ્પોઈન નામની કેપ્સુલનું (Hampoin capsule) નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશે પ્રો. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, આ દવા માનવ શરીરમાં કોઈ પણ પ્રકારના વાઇરસને પ્રવેશતા અટકાવામાં સક્ષમ છે. આ સાથે ‌માનવ શરીરના કોષોમાં કોઈ પણ ‌પ્રકારના વાયરસની વૃદ્ધિ થતાં પણ અટકાવે છે. હાથલીયા થોરમાંથી આ દવાનું નિર્માણ થયું છે

જાણો હેમ્પોઈન નામની કેપ્સુલ વિશે

આ ઉપરાંત હેમ્પોઈન નામની કેપ્સુલ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતો હોવાથી કોરોના મહામારી સામે લડવા માટે પણ આ દવા અસરકારક નીવડી શકે તેવી સંભાવના છે. હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાનું નિર્માણ કરાયું છે. વધુમાં આ વિશે સંજય ચૌહાણ જણાવ્યું કે, આ પ્રકારના એકેડમીક રિસર્ચ આગામી દિવસોમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ GTUનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ દવાનું નિર્માણ હાથલીયા થોરમાંથી થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આ પ્રકારના હાથલીયા થોરનું વાવેતર કરાવીને ખેડૂતોને આર્થિક રીતે પણ મદદરૂપ થ‌ઈ શકાય છે.

આ પણ વાંચો:

સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી

National Start up Day: તમારા સપનાઓને માત્ર local ન રાખો, પરંતુ તેમને global બનાવો: વડાપ્રધાન મોદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.