અમદાવાદ: ગુજરાતીમાં કહેવત છે કે "કદમ સ્થિર હોય તો અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો" આ ગુજરાતી કહેવત છે પરંતુ આ કહેવતને રાજસ્થાન MBA કરેલા એક યુવાને સાબિત કરી બતાવી છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાને પોતાની જનરલ મેનેજર નોકરી છોડી 10 લાખની લોન લઈ પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો. આજ તેની સફળતાની સાથે અન્ય 10 લોકોને રોજગાર આપીને વર્ષે 40 લાખનું ટર્ન ઓવર કરી રહ્યો છે.
'મારાં પિતા 35 વર્ષથી સોનીનો વ્યવસાય કરે છે. હું એક સામાન્ય પરિવાર માંથી આવું છું. મે MBA પૂર્ણ કરીને એક બેકરીમાં જનરલ મેનેજરની નોકરી 10 વર્ષ કરી હતી. નોકરી મૂકીને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. તે સમયે મારી પાસે માત્ર 3 લાખ રૂપિયા જ હતાં. પરંતુ કેંદ્ર સરકારની મુદ્રા લોન અંતર્ગત 10 લાખની લોન લઈને 2018માં મારા પિતાના નામથી RD'z 1983 નામના આ સ્ટાર્ટઅપ બાજરીના બિસ્કીટ અને કેક બનાવવાની શરુઆત કરી હતી. આજ વાર્ષિક આ સ્ટાર્ટઅપ થકી 40 લાખની ટન ઓવર થઈ રહ્યું છે.' - અમીત સોની, સ્ટાર્ટઅપ કરનાર
મુદ્રા લોનની સહાય: અમીત સોનીએ સરકાર પાસેથી મુદ્રા લોનની સહાય મેળવી હતી. શરૂઆતમાં મેંદાના લોટની વિવિધ વાનગી બનવાનો વિચાર આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા બાજરીની વિવિધ વાનગીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પણ 2023ને મિલિટસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેથી બાજરીના લોટમાંથી અલગ અલગ વસ્તુ બનાવવાનું નક્કી કર્યું. સૌથી પહેલા બાજરીના લોટમાંથી કેક બનાવી આ કેક સંસદભવનમાં સિલેક્ટ થઈ હતી. સંસદભવનમાં કેન્દ્રિય નેતાઓના હાથે કાપવામાં આવી હતી. વડાપ્રધાન નરેદ્ર મોદીએ તેનો સ્વાદ પણ માણ્યો હતો.
બાજરીના લોટમાંથી બિસ્કીટ: કેકમાં સફળતા બાદ બાજરીના લોટમાંથી બિસ્કીટ બનાવનું નક્કી કર્યું હતું. જેમાં અંદાજીત 96 જેટલા અલગ અલગ ટ્રાયલ કરવામાં આવ્યા અને આખરે 97માં ટ્રાયલમાં સફળતા મળી. આ બિસ્કિટની માંગ વધતા તેને વ્યવસ્થિત પેકેટ તૈયાર કરી વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું. હાલમાં કાજુ બિસ્કીટ, તલના બિસ્કીટ, જીરા બિસ્કીટ, અજમાના બિસ્કીટ અને ચોકો ચિપ્સ બિસ્કીટ બનાવવામાં આવી રહ્યા છે.
ફાઇવ સ્ટાર હોટલમાં વેચાણ: એક નાનાપાયે શરુ કરવામાં આવેલ બિઝનેસ હાલ 10 કારીગર રાખીને બિસ્કીટ અને કેક તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં બિસ્કીટની માંગ વધારે જોવા મળી રહી છે. હાલમાં આ બિસ્કીટનું વેચાણ રાજસ્થાનના જોધપુર, ઉદયપુર, જયપુરમાં આવેલ વિવિધ પ્રખ્યાત હોટલ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દિલ્હીની સરકારી ઓફીસમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ નાના બિઝનેસને મોટી બ્રાન્ડ ફેકટરીમાં રૂપાંતર કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.