ETV Bharat / state

AHMEDABAD CRIME NEWS : અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રાજસ્થાનમાં રિલ્સ બનાવનાર યુવકોને વેચતા હતા બાઈક

અમદાવાદ શહેર સહિત અલગ અલગ જગ્યાઓ પર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોને પકડીને ચોરીની 13 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે. આરોપીઓની તપાસ કરતા અમદાવાદ સહિત અલગ અલગ જગ્યા ઉપર નોંધાયેલા 21 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

AHMEDABAD CRIME NEWS
AHMEDABAD CRIME NEWS
author img

By

Published : May 3, 2023, 10:25 PM IST

Updated : May 3, 2023, 11:40 PM IST

અમદાવાદ : શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમના પી.આઈ. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે મેમનગર વિસ્તારમાંથી આશિષ મીણા તેમજ અંકિત મીણા નામના બે યુવકોને પકડી પાડીને તેઓની પાસેથી 8,70,000ની કિંમતની 13 સ્પોર્ટ્સ બાઇક કબજે કરવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરમાં તેમજ શહેર બહાર અન્ય જિલ્લામાં નોંધાયેલા કુલ 21 વાહન ચોરીના ગુના નો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા હતા - આરોપીઓની તપાસ કરતાં પકડાયેલા બંને આરોપીઓ તેમજ તેમના મિત્રો અને સંબંધીઓ જેમાં અવિનાશ અહારે, સુધીર નનોમાં, રાહુલ ડામોર, પ્રકાશ અહારે, લલિત રોત, રાજકુમાર મીણા, રાહુલ ખરાડી, પ્રકાશ મીણા, રાહુલ મીણા, પંખુ બરંડા, સોહન બોડાત તેમજ સુનિલ મીણા અને મનીષ મીણા નામના આરોપીઓ અમદાવાદ શહેરમાં કડિયા કામ તથા સેન્ટીંગ કામની સાઈટ ઉપર કામ કરતા અને મોડીરાત્રીના સમયે નક્કી કરેલી જગ્યાએ ભેગા થઈને માણસોની અવર-જવર ન હોય તેવી જગ્યાઓ ટાર્ગેટ કરી સ્પોર્ટસ બાઇકના લોક તોડી ડાયરેક્ટ કરી બાઈકોની ચોરી કરતા હતા. આ ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી હોવાનું અને લરાઠી રાઇડર ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું છે.

શહેર અને બહારના વિસ્તારમાં કરી હતી ચોરી - આરોપીઓની વધુ તપાસ કરતા અમદાવાદ શહેરમાં સોલા, સાબરમતી, ચાંદખેડા, રાણીપ, સરદાર નગર, નરોડા, રામોલ તેમજ અમદાવાદ સિવાય ગાંધીનગર, સાબરકાંઠા સહિત અલગ અલગ 21 જેટલા વાહન ચોરીના ગુનાઓમાં સામેલ હોય 21 ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલો છે.

રાજસ્થાનમાં બાઇક વેચવામાં આવતી હતી - ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે તેઓ અમદાવાદમાંથી આ સ્પોર્ટ્સ બાઈક મોજ શોખ માટે ચોરી કરતા હતા અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર 70થી 80 હજાર રૂપિયામાં કાગળિયા વગર તે બાઈક વેચી નાખતા હતા. આ મામલે ગુનામાં સામેલ અન્ય 13 આરોપીઓને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. આરોપીઓએ છેલ્લા એક વર્ષથી આ પ્રકારે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

પોલિસે તપાસ હાથ ધરી - આ અંગે ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ એ.ડી પરમારે જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપીને 13 વાહનો રિકવર કર્યા છે. જ્યારે 21 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓ અમદાવાદ અને ગાંધીનગર માંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરી તેને રાજસ્થાનમાં વેચી નાખતા હતા. રાજસ્થાનમાં સોશિયલ મીડિયા પર બાઇકો સાથે રિલ્સ બનાવવાના શોખીન યુવકો આ સ્પોર્ટ્સ બાઈક 70 થી 80 હજાર રૂપિયામાં ખરીદતા હતા.

Last Updated : May 3, 2023, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.