અમદાવાદ : શહેરમાં રામોલ વિસ્તારમાં જનતાનગર માંથી વધુ (Ahmedabad Crime News) એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. વધુ નાણા કમાવવાની લાલચમાં અને પોતાના ડ્રગ્સના ખર્ચા પૂર્ણ કરવા બે પેડલરો એક વર્ષથી લોકોને ડ્રગ્સ આપતા હતા. SOGએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. (Drugs seized in Ahmedabad)
શું છે સમગ્ર મામલો પકડાયેલા આરોપીઓ મુંબઇની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ડબલથી વધુ ભાવે લોકોને વેચાણ કરતા. આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઈકબાલ ખાન પઠાણ મૂળ રીક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે. પરતું છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા (Two arrested with drugs in Ramol) ડ્રાઇવીંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેઓએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતા નગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તેમજ રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા. આરોપીઓ પાસેથી SOGએ 12 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. જે ડ્રગ્સનો જથ્થો મુંબઇના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વેચતા હતા. (Drugs seized in Ramol)
હોટસ્પોટ બન્યું હોવાનું લાગી રહ્યું મળતી માહિતી મુજબ મુંબઇની અમરીન પહેલા અમદાવાદના કોટ વિસ્તારમાં સાસરે રહેતી હતી. પરતું તેને સાસરીમાં કોઈ અણબનાવ બનતા તે મુંબઇ જતી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપી અલ્લારખા મારામારી, પ્રોહિબિશન, જુગાર અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે. જ્યારે આરોપી ઈકબાલ ખાન પઠાણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. આરોપીઓ એક હજારનું ડ્રગ્સ બે હજાર 2500માં વેચતા હોવાથી માત્ર પૈસા માટે અને પોતાના નશાના ખર્ચને પહોંચી (Ahmedabad SOG) વળવા જ એક વર્ષથી પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે. SOG ક્રાઇમે અત્યાર સુધીમાં અનેક વાર રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી ડ્રગ્સ ઝડપી પાડતા આ વિસ્તાર હવે ડ્રગ્સના વેચાણ માટે હોટસ્પોટ બન્યું હોવાનું લાગી રહ્યું છે.