ETV Bharat / state

Sokhda Haridham Dispute : પ્રબોધસ્વામી જૂથના નિવાસ બાબતે જોઈન્ટ ચેરિટી કમિશનરનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના બે જૂથોના વિવાદમાં આજે ગુજરાત હાઇકોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. પ્રબોધસ્વામી જૂથના સંતોને બાકરોલ અને્ આણંદમાં રહેવાની વ્યવસ્થાનો જોઈન્ટ ચેરિટી કમિશનરનો હુકમ પડકારાયો હતો તે બાબતે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં ચેરિટી કમિશનરની સત્તાનો દાયરો સ્પષ્ટ થાય છે.

author img

By

Published : Feb 21, 2023, 9:40 PM IST

Sokhda Haridham Dispute : પ્રબોધસ્વામી જૂથના નિવાસ બાબતે જોઈન્ટ ચેરિટી કમિશનરનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો
Sokhda Haridham Dispute : પ્રબોધસ્વામી જૂથના નિવાસ બાબતે જોઈન્ટ ચેરિટી કમિશનરનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

અમદાવાદ : સોખડા સ્વામિનારાયણ મંદિરના સત્તા અને ગાદીના વિવાદનો મામલો પૂર્ણ થવાનું નામ લેતો જ નથી. આજે ફરી એકવાર સોખડા હરિધામ સ્વામિનારાયણના મંદિરનો મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં બાકરોલ અને અમદાવાદમાં રહેતા પ્રબોધસ્વામી જૂથના સંતોને નિવાસની રાહતને જોઈન્ટ ચેરિટી કમિશનરે જે વચગાળાનો હુકમ આપ્યો હતો, તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે આજે હાઇકોર્ટે એક મહત્વનો આદેશ કર્યો હતો.

આ સત્તા ચેરિટી કમિશનરની નથી : વડોદરામાં સ્થિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.પ્રબોધસ્વામી જૂથના સંતોને જોઈન્ટ ચેરિટી કમિશનરે જે હુકમ કર્યો હતો તેને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ હુકમને લઈને હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રબોધ સ્વામી જૂથના સાધુસંતો અને અનુયાયીઓને ટ્રસ્ટની મિલકતમાં રહેવા દેવા માટેની અરજી ચલાવવાની સત્તા ચેરિટી કમિશનરને હોય જ ના શકે.

આ પણ વાંચો Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ

મહત્વપૂર્ણ અવલોકન : હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ અંગે દીવાની દાવો થઈ શકે છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 41 (એ) હેઠળ માત્ર ટ્રસ્ટના સંચાલન બાબતની અરજીઓ જ સાંભળવાનો અધિકાર ચેરિટી કમિશનર પાસે છે. આ સાથે જ પ્રબોધ સ્વામી જૂથના સાધુસંતોના મિલકત પરના દાવા અંગેની અરજી ચલાવવાની સત્તા ચેરિટી કમિશનરની પાસે નથી એવું હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું.

10 માર્ચ સુધી દખલ નહી : જો કે આ સમગ્ર મામલે પ્રેમસ્વરૂપ સ્વામી તરફથી કોર્ટમાં એ પણ ખાતરી આપવામાં આવી હતી કે 10 માર્ચ સુધી પ્રબોધસ્વામી જૂથના સાધુ સંતો અને અનુયાયીઓને રોકાવવા માટેની જે વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવશે નહીં.

શું છે સમગ્ર કેસ અને વિવાદ : વડોદરા ખાતે આવેલું હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદથી સંપત્તિની વહેંચણીને લઇને વિવાદમાં છે. હરિધામની અંદાજે 10,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ અને ગાદીનો વિવાદ છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રબોધસ્વામી જૂથ દ્વારા હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ અહીં કેટલાક સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારે બાદ હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો Sokhada Haridham Case: વડોદરાના હરિધામમાં બનેલી ઘટના મામલે પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા

સમાધાન બેઠકો નિષ્ફળ રહી : જેમાં સાધુઓને આણંદ પાસે આવેલા બાકરોલના આશ્રમમાં જ્યારે સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર સ્થિત આશ્રમમાં રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. સાથે જ બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહ્યું હતું. જેને લઈને હાઇકોર્ટના મીડીયેશન સેન્ટરમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમાધાન માટે 4 વખત બેઠક મળી હતી. જેમાં બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની હાજરીમાં આ સમગ્ર બેઠક મળી હતી. પરંતુ તમામ બેઠક નિષ્ફળ સાબિત થઇ હતી અને આ સમગ્ર રિપોર્ટ પણ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.

હુકમ પર રોક : જોકે પ્રબોધ સ્વામી જૂથના સંતોને નિવાસ બાબતની જોઈન્ટ ચેરિટી કમિશનરને જે હુકમ આપ્યો હતો તે હુકમને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંતો દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આજે હાઇકોર્ટે ચેરિટી કમિશનરને માત્ર ટ્રસ્ટના સંચાલન બાબતની અરજીઓ જ ચેરિટી કમિશનર ચલાવી શકે તેવું હાઇકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. આ સાથે જ હાઇકોર્ટ દ્વારા ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવેલા હુકમ પર રોક પણ લગાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.