અમદાવાદઃ અંધજન મંડળ અમદાવાદ ખાતે BPL દાન ઉત્સવ અંતર્ગત અને એસોસિએશન ICEVI (આંતરરાષ્ટ્રીય કાઉન્સીલ ફોર એજ્યુકેશન ઓફ વિઝ્યુઅલ એમ્પાવર્ડ) માં અને વ્યક્તિગત દાતાઓના સમર્થનથી દિવ્યાંગોને સ્માર્ટ ફોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અંધજન મંડળના સંચાલકો એ કહ્યું હતું કે અમારી પાસે પહેલાથી જ સ્માર્ટ ફોન્સ માટે 190 દિવ્યાંગોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને અમે દિવ્યાંગને 10 સ્માર્ટ ફોન આપીને અમારો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
અંધજન મંડળની આ પહેલમાં સ્માર્ટ ફોન્સ માટે 190 દિવ્યાંગોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને દિવ્યાંગને 10 સ્માર્ટ ફોન આપીને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા, તેઓને તેમના શિક્ષકો અને વિશેષ શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે નિદર્શન પણ આપવામાં આવ્યું હતું.
માતા-પિતાએ કહ્યું કે.જેમની આર્થિક સ્થિતિ સારી નથી તે માટે તેઓએ તેમના શિક્ષકો અને વિશેષ શિક્ષણશાસ્ત્રીઓ સાથે વાત કરવા પડોશીઓનો ફોન વાપરવો પડ્તો હતો.
આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સમાજના લોકો આગળ આવી સ્માર્ટ ફોન્સ અથવા જૂના એન્ડ્રોઇડ ફોન જે ઉપયોગમાં ન લેતા હોય તે જરુરિયાત મંદ દિવ્યાંગ બાળકો માટે દાનમાં આપવા અપીલ કરવામાં આવી હતી.