અમદાવાદ: યુપી હાથરસના બનાવમાં યોગી સરકારના અન્યાય અને ભેદભાવ વલણને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. જેને લઈને દલિત શક્તિ કેન્દ્રના માર્ટિન મેકવાન અને સ્થાનિક દલિત સંગઠનો દ્વારા ગુજરાતના 500 ગામોમાં એક સાથે પ્રેરણા સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેના ભાગરૂપે માંડલ, વિરમગામ, દેત્રોજના જુદા જુદા ગામોમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા 14 ઓક્ટોમ્બર 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલ હોય તેથી આ દિવસે તા. 14/10/2020 ના રોજ એક સાથે અનેક ગામોમાં સાંજે "પ્રેરણા સભા" યોજીને યુપીની હાથરસની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ ભોગ બેનલી યુવતીનું નામ ભીમ કન્યા જાહેર કરવામાં આવ્યું હતું. તેના પ્રતીકાત્મક ફોટા ઉપર પીઠીનો ચાંદલો કરીને તેની અંતિમ ઈચ્છા પૂરી કરી મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, દીકરીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં ન્યાયની માંગણી કરવાનું આયોજન કરવા અંગે માંડલ મુકામે મિટિંગનું આયોજન થયેલ હતું. જેમાં અગ્રણીઓ કિરીટ રાઠોડ, ઈશ્વરભાઈ પરમાર, મિતવર્ધન, ભાવિન સિરેસિયા, નવઘણ પરમાર, મુકેશભાઈ સહિતના લોકો જોડાયા હતા.
આ બાબતે કિરીટ રાઠોડ દલિત અગ્રણીએ જણાવ્યું કે, તા. 14 ઓક્ટોબરે દેશના દલિતો માટે પ્રેરણા દિવસ છે. જેને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે વિરમગામ નિલકી ફાટક પુલ નીચે ઠક્કરબાપા કોલોની ભોજવા માંડલ, દેત્રોજ તાલુકાએ અને અન્ય સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ હાથરસની પીડિતાને ભીમ કન્યા નામ આપવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક ફોટા ઉપર પીઠીનો ચાંદલો કરી તેની અંતિમ ઇચ્છા પુરી કરી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટૂંક સમયમાં ગુજરાતથી યુપી જઈને યોગી સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવશે.
આ અંગે કિરીટ રાઠોડ દલિત અગ્રણીએ જણાવ્યું કે, તા.14 ઓક્ટોબરે દેશના દલિતો માટે પ્રેરણા દિવસ છે. જેને ધ્યાનમાં લઇને આ કાર્યક્રમ યોજીને ભીમ કન્યાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં ગુજરાતથી યુ.પી જઈને યોગી સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવશે. આ કાર્યક્રમની નોંધ લેવા ગયેલ ઈ.ટી.વી ભારતનો પણ દલિત અગ્રણી કિરીટ રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો.