ETV Bharat / state

સોશિયલ મીડિયામાં યુવતીને કોલગર્લ બતાવી ફોટા વાઈરલ કરીને યુવતીને કોલગર્લ બતાવી - અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ પર સગીરાના ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.

યુવતીને કોલગર્લ બતાવી  કોલગર્લ બતાવી
યુવતીને કોલગર્લ બતાવી કોલગર્લ બતાવી
author img

By

Published : Feb 27, 2021, 8:05 AM IST

  • સગીરાના ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી કરી બદનામ
  • આરોપી મહિલા અને સગીરાના પિતા વચ્ચે હતી મિત્રતા
  • સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ પર સગીરાના ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી મહિલા અને સગીરાના પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાના પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતું. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

યુવતીને કોલગર્લ બતાવી કોલગર્લ બતાવી

મોબાઈલ લોકેશનના આધારે તપાસ

શહેરમાં રહેતી સગીરાનો ફોટો સોશિયલ મીડિયા ફેસબુક પર મૂકીને કોલગર્લ દર્શાવી બીભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશિશ કરી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ID અંગે તપાસ કરી ટેક્નિકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું. જે અમદાવાદના ગોતા વિસ્તારમાં બતાવતું હતું. જેથી પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશિશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી.

સગીરાના પિતાને સબક શીખવવા લખાણ મૂક્યું

પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્હીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાના પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી. બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને સબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રિનશોર્ટ પણ ફરિયાદીને મોકલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.