ETV Bharat / state

Sharad Pawar With Gautam Adani: શરદ પવારે ગૌતમ અદાણીની સાથે દેશના પ્રથમ લેક્ટોફેરીન પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 7:35 PM IST

અમદાવાદના એક ઉદ્ધાટન કાર્યક્રમમાં NCP સુપ્રિમો શરદ પવાર અને ગૌતમ અદાણી સાથે દેખાયા હતા. શરદ પવારે સાણંદ તાલુકામાં ચાચરાડી ગામ ખાતે ગૌતમ અદાણીની સાથે લેક્ટોફેરીન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

Sharad Pawar With Gautam Adani
Sharad Pawar With Gautam Adani

અમદાવાદ: INDIA ગઠબંધનના ટોચના આગેવાન અને NCP સુપ્રિમો શરદ પવારે આજે દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સાથે દેખા દેતા દેશનું રાજકારણ ગરમાયું છે. શરદ પવારે આજે ગૌતમ અદાણીની સાથે દેશના પ્રથમ લેક્ટોફેરીન પ્લાન્ટના ઉદ્ધાટનની તસવીરો સામે આવતા રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ બન્યું છે. આજે શરદ પવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ચાચરાડી ગામ ખાતે ગૌતમ અદાણીની સાથે લેક્ટોફેરીન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે, જે બાબતે શરદ પવારે પણ પોટે ટ્વીટ કરીને માહિતી આપી છે.

શરદ પવારે લીધી અમદાવાદની મુલાકાત
શરદ પવારે લીધી અમદાવાદની મુલાકાત

ઉદ્ધાટનની તસ્વીરો આવી સામે: શરદ પવારે ટ્વીટમાં ગૌતમ અદાણી સાથે લેક્ટોફેરીન પ્લાન્ટના ઉદ્ધાટનની બે તસ્વીરો શેર કરી છે. આજે સવારે શરદ પવારને રાજ્યના NCP આગેવાન જયંત બોસ્કીએ અભિવાદન કરીને આવકાર્યા હતા. INDIA ગઠબંધન સામાન્ય રીતે દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઇને સતત વિવાદિત નિવેદનો આપતું રહ્યું છે. ત્યારે INDIA ગઠબંધનના મહત્વના નેતા શરદ પવારના હસ્તે કરાયેલ પ્લાન્ટના ઉદ્ધાટનની તસવીરો અને ગૌતમ અદાણી સાથેના સંબંધોને લઇને ચર્ચાઓ જામશે એવી શંકાઓ સેવાઇ રહી છે.

  • It was a privilege to inaugurate India’s first Lactoferrin Plant Exympower in Vasna , Chacharwadi , Gujarat along with Mr. Gautam Adani pic.twitter.com/G5WH9FaO5f

    — Sharad Pawar (@PawarSpeaks) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છ મહિનામાં ત્રીજી બેઠક: અગાઉ, ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે 20 એપ્રિલ 2023ના રોજ મુંબઈમાં મુલાકાત થઈ હતી. આ બેઠક ત્યારે થઈ જ્યારે ગૌતમ અદાણી હિંડનબર્ગ કેસને લઈને હેડલાઈન્સમાં હતા. આ પછી, 2 જૂન 2023 ના રોજ શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બીજી મુલાકાત થઈ, જેમાં તેઓએ અડધા કલાક સુધી ચર્ચા કરી. અમદાવાદમાં બંને વચ્ચેની મુલાકાત અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Gandhinagar News: રાજ્ય સરકારે અદાણીને 3900 કરોડ એડવાન્સમાં કેમ ચૂકવ્યા? અમિત ચાવડાનો સરકારને વેધક સવાલ

OCCRP Report On ADANI: હિંડનબર્ગ જેવો બીજો રિપોર્ટ અદાણી ગ્રૂપ પર જાહેર થયો, શેર ગગડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.