- ગુરુવારના રોજ છે શનિ જયંતી
- શનિ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું
- શનિ ભક્તોએ લીધો દર્શનનો લાભ
- પવિત્ર સામગ્રીથી યોજાયો હોમ
અમદાવાદ : ગુરુવારના રોજ સૂર્ય પુત્ર શનિદેવની જન્મ જયંતી ( Shani Jayanti 2021 ) છે. જે કારણે અમદાવાદ શહેરમાં આવેલા શાહીબાગ ખાતે આવેલા પ્રસિદ્ધ શનિદેવ મંદિરમાં ગુરુવારના રોજ શનિ દેવને રિઝવવા જઉં, તલ અને સરસિયાના તેલથી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગ શનિદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, શનિદેવને આહુતિ આપવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ શનિની પનોતી, કાલસર્પ યોગ, શનિ-ચંદ્ર બીજ યોગ વગેરે દૂર થાય છે. અંગારક યોગનું નિવારણ થાય છે. ધન, યશ, કીર્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે લાભદાયક અને દરેક દેશોમાંથી કોરોના દૂર થાય તે મુજબની આહુતિ યજ્ઞમાં આપવામાં આવી છે.
સારા કર્મનું ફળ સારુ જ મળે
શાસ્ત્રી ચિરાગ જોશીએ જણાવ્યું હતું કે, શનિની સાડાસાતીની પનોતીથી લોકો દરતાબ હોય છે. પરંતુ શનિદેવ ન્યાયના દેવતા છે અને તે કર્મ પ્રમાણે ફળ આપનારા છે. તેથી સારા કર્મોનું ફળ સારું જ મળે છે અને ખરાબ કર્મોનું ફળ ખરાબ જ મળે છે. જે માટે સારા કર્મ કરનારને શનિની સાડાસાતી લાગુ પડતી નથી.
આ પણ વાંચો -
- Shani Jayanti 2021 : સૂર્યગ્રહણ અને શનિ જયંતીનો સંયોગ ભારતના અર્થતંત્રને આપશે બુસ્ટ - જૂનાગઢના તીર્થ પુરોહિતોનું અનુમાન
- Shani Jayanti 2021 - જાણો શનિદેવને રીઝવવા કઈ રાશિના જાતકો શું કરવું દાન?
- Shani Jayanti 2020 - જામનગરમાં શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
- Shani Jayanti 2020 - શનિદેવના જન્મસ્થળ હાથલા ખાતે શનિ જયંતીની કરાઈ ઉજવણી
- Shani Jayanti 2019 - કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતીની ઉજવણી
- Shani Jayanti 2019 - શનિ જયંતીની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ