ETV Bharat / state

Gyan Sahayak Yojna: જ્ઞાન સહાયક યોજનાને લઈને કોંગ્રેસ મેદાને, શકિતસિંહ ગોહિલે યોજના રદ કરવાની માગ સાથે CMને લખ્યો પત્ર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 6:18 PM IST

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગેરકાયદે કરાર આધારિત યુવાનોનું આર્થિક શોષણ કરતી જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માગ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે એક પછી એક યોજના જાહેર કરવામાં આવી રહી છે તે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાના બદલે નુકસાનકારક સાબિત થઈ રહી છે.

Gyan Sahayak Yojna
Gyan Sahayak Yojna
શકિતસિંહ ગોહિલે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવા કરી રજૂઆત

અમદાવાદઃ જ્ઞાન સહાયક યોજનાનો ટેટ-ટાટ વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો છે અને આ યોજના રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હવે આ વિવાદમાં ગુજરાત કોંગ્રેસ પણ યુવાનોના સમર્થનમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી આ યોજનાને રદ્દ કરવાની રજૂઆત કરી છે.

'રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક યોજના જાહેર કરી રહી છે. તેનાથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારાને બદલે નુકસાનકારક સાબિત થઈ રહી છે. ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુક કરવામાં આવે, ગેરકાયદે કરાર આધારિત આર્થિક રીતે શોષણ કરતી જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે તેની માગ છે.' - શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ

શિક્ષણ વ્યવસ્થાને લઈને પ્રહાર: વધુમાં જણાવ્યું હતું કે રાજયની 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કરવાનું કે બંધ કરવાનું પાપ કરવામાં આવ્યું છે. ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. તેમ છતાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 38 હજાર વર્ગખંડોની મોટાભાગે ઘટ જોવા મળી રહી છે. ગુજરાતની 1657 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. જેના કારણે એક વર્ગખંડમાં 13562 જેટલા બાળકોને એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને સાથે ભણવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

યોજનાના નામે ભ્રષ્ટાચાર: ગુજરાતના કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા તેમજ આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. ભાજપ સરકાર એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરી ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યા હતા.

  1. Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર
  2. Gandhinagar News : ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં શિક્ષકો માટે લીધા અતિમહત્વના નિર્ણયો, પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક માટે જાણવા જેવું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.