અમદાવાદઃ અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવાયો છે. કોટ વિસ્તારના તમામ પ્રવેશદ્વાર પર સ્ક્રિનિંગ મશીન મૂકવામાં આવ્યાં છે. ખાસ કરીને રાયપુર, કાલુપુ,ર દિલ્હી દરવાજા, શાહપુર, જમાલપુર જેવા કોટવિસ્તારમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અહીંથી જે પણ વ્યક્તિ પસાર થાય થે તેઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં વોર્ડ સીમાંકન થયા બાદ દરિયાપુર વોર્ડ અને કાલુપુર વોર્ડની એક લાખની વસ્તી છે. જમાલપુર અને દોઢ લાખની વસતી છે. બાપુનગરમાં લાખણી, દાણીલીમડામાં પણ દોઢ લાખની વસતી છે જ્યારે મંગળવારે જશોદાનગર અને બોડકદેવ વિસ્તાર અને મકરપુરામાં કેસ પોઝિટિવ આવતાં આ વિસ્તારોને પણ માસ્ટર ટાઈમ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરની ૨૫ હજારથી વધુ લોકો ક્લસ્ટર કોરોન્ટાઈનમાં છે.