અમદાવાદ: અમદાવાદ અમદાવાદ શહેર દિવસે પોતાનો વિસ્તાર વધી રહ્યો છે. તેવી જ રીતે તેની સફાઈથી લઈને તમામ જવાબદારીઓમાં પણ માણસોની જરૂરિયાત ઊભી થતી હોય છે. એક બાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો ગણવામાં આવે છે. સાથે જ દેશના સૌથી સ્વચ્છ શહેરમાં પણ અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. સ્વચ્છ રાખવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવનાર સફાઈ કામદારો જ પોતાના હક માટે અમદાવાદ શહેરના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. પોતાની અલગ-અલગ 14 જેવી માંગણી લઈને આ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું હતું.
![પોતાની માગણીઓ લઈને ડે.કમિશનરને આવેદન પણ આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17645640_01.jpg)
જંગી રેલી યોજી આવેદન: કલ્પેશ મકવાણા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સફાઈ કામદારો થી અલગ અલગ એમટીએસ હોસ્પિટલ સહિતની અનેક માગણીઓ છે.જે આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. પહેલા પણ આવી માગણીઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે.પરંતુ કોઈ પણ માગણીક સ્વીકારવામાં આવી નથી. જેના લીધે આજે ફરી એકવાર સફાઈ કામદારો દ્વારા જંગી રેલીનું આયોજન કરીને આવેદન આપવામાં આવ્યું છે.
![રેલીની અંદર અંદાજિત 2000થી પણ વધુ સફાઈ કામદારો જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17645640_02.jpg)
U20માં આવનાર મહેમાનો સામે વિરોધ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપતા જણાવ્યું હતું કે જો અમારી માગણી આગામી 14 દિવસમાં નહીં આવે તો અમદાવાદ શહેરની અંદર આગામી સમયમાં દેશ વિદેશથી U20 આવનાર મહેમાનો સામે કચરો તેમજ મૃત પ્રાણીઓ રસ્તા ઉપર ફેંકીને વિરોધ કરવામાં આવશે. આ પહેલા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ અમારી એક પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી માત્ર ને માત્ર સફાઈ કામદારો સાથે અન્યાય જ કરવામાં આવે છે.
શું છે માગ?: કર્મચારીઓની મુખ્ય માગણીની વાત કરવામાં આવે તો આ કર્મચારીઓને સવારના 6:30 થી 11:00 અને બપોરના 3 થી સાંજના 6 એમ બે વખત ફરજનો હાજરી ભરવાની હોય ટ્રાન્સપોર્ટ એલોટ પણ 2 વખત પગારમાં આપવામાં આવે. અમદાવાદ શહેરનો વિસ્તાર મુજબ સફાઈ કામદારોને કાયમી મહેકમમાં જગ્યાઓ નવી ખોલવી કે જેથી હાલમાં પડતર અને નવા વિસ્તારોની બીટો "સી" રજીસ્ટ્રેશન ભરતી કરી સફાઈ કામદારોને મૂકી શહેરની આદર્શ સફાઈ કરાવવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી કરતા સફાઈ કામદારોને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના વારસદારને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ
ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ગાંધી જયંતી નિમિત્તે મફતમાં ફાળવેલા હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત થઈ ગયેલ હોય ત્યારે પણ પડી જાય તેવી હાલતમાં છે. જેના કારણે ઉપરાંત પાડીને ત્યાં જ ક્વાર્ટર્સ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ફુલ ટાઈમ રોજિંદા સફાઈ કામદારો તથા પાર્ટ ટાઈમ ફરજ બજાવેલ હોય તેવા કર્મચારીઓને ગંભીર બીમારીઓ તથા કૌટુંબિક કારણસર ફરજ પર હાજર ન રહે તો તો ફુલ ટાઈમ અને રોજિંદા પાર્ટ ટાઈમ કામ ધોરણે પુનઃ ફરજ પર હાજર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો Navsari news: શિયાળામાં સ્વાસ્થ્ય સુધારણા માટે શ્રેષ્ઠ કુદરતી પીણું એટલે નીરો
ફાયર વિભાગમાં શોષણ બંધ કરવામાં આવે: vગુજરાતની 8 મહાનગરપાલિકાઓ માંથી સાત મહાનગરપાલિકોમાં ફાયર વિભાગમાં 8 કલાક જ નોકરીનો સમય હોય છે. અમદાવાદમાં ફાયર વિભાગના કર્મચારીઓને 24 કલાક કામ લઈને અનુમાનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. શોષણ તાકીદે બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત શેઠ વાડીલાલ જનરલ હોસ્પિટલમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં જે ફાળવેલ જગ્યા છે. તે જગ્યા પરત મૂકવામાં આવે અથવા તો તમામ હોસ્પિટલમાં મેહકમ મુજબ નવી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પગાર ધોરણ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તાકીદી ધોરણે આપવામાં આવે અને જૂની પેન્શન યોજના પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.