ETV Bharat / state

કૌભાંડી વિનય શાહની 7 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાઈ, 9 દિવસના મળ્યા રિમાન્ડ - કરોડો રૂપિયાની છેતરપિંડી

અમદાવાદમાં આવેલ પાલડી વિસ્તારમાં રહેતો વિનય શાહ જે લોભામણી અને નાણાકીય સ્કીમો બહાર લોકોને ફસાવીને છેતરપિંડી કરી રહ્યો હતો. જેની ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) ત્રણ ગુના તેમજ CID ક્રાઇમમાં એક અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

કૌભાંડી વિનય શાહની 7 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાઈ, 9 દિવસના મળ્યા રિમાન્ડ

author img

By

Published : Dec 6, 2022, 5:38 PM IST

અમદાવાદ પાલડી વિસ્તારમાં(Ahmedabad Paldi Area) રહેતો વિનય શાહ આર્ચર કેર ડીજીએડ એલ.એલ.પી કંપની ધરાવીને લોભામણી અને નાણાકીય સ્કીમો બહાર પાડીને હજારો લોકો પાસેથી કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી ચાર વર્ષથી ફરાર થઈ ગયો હતો. વિનય શાહ સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) ત્રણ ગુના તેમજ CID ક્રાઇમમાં એક અને નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ એક એમ કુલ પાંચ છેતરપિંડીના ગુનાઓ નોંધાયા હતા. તે ભારત છોડીને ફરાર થઈ ગયો હતો. જેથી cid ક્રાઇમએ વિનય શાહને પકડવા માટે રેડ કોર્નર નોટીસ બહાર પાડવા સહિતની કાર્યવાહી કરી હતી. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે 4 ફ્લેટ, 2 વાહનો, શેર ડિમેટ એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ, દાગીના અને રોકડ મળીને 7 કરોડ 24 લાખ 53 હજાર 686 રૂપિયાની મિલકત ટાંચમાં લીધી છે.

કૌભાંડી વિનય શાહની 7 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાઈ, 9 દિવસના મળ્યા રિમાન્ડ

વિદેશ ફરાર આરોપી વિનય શાહ લોકોને ઊંચા વળતરની લાલચો આપી અને રોકાણકારોની સ્કીમમાં રોકાણ કરાવી 260 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી, અને ગુનો કર્યા બાદ તે વિદેશ ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે વિનય શાહની નેપાળ પોલીસે પણ એક ગુનામાં ધરપકડ કરી હતી. જેમાં તેને ત્રણ વર્ષની કેદ થઈ હતી. જોકે આરોપી ભારતમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો.

જવાબદારી સોંપવામાં આવી પોલીસવડા દ્વારા CID ક્રાઇમને આરોપી વિનય શાહને પકડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી CID ક્રાઇમ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવતા તેના આધારે ઇન્ટરપોલ અને અન્ય એજન્સીઓ સાથે સીઆઇડી ક્રાઈમ સતત સંકલનમાં રહીને આરોપીને પકડવા પ્રયાસો કરી રહી હતી. જેમાં ઇન્ટરપોલ તથા અન્ય એજન્સીના સહયોગથી વિનય શાહને નેપાળથી નવી દિલ્હી આવતા જ CID ક્રાઇમના સેલે તેને રાઉન્ડઅપ કરી હતી. હાલ તો આ મામલે CID ક્રાઈમે વિનય શાહની મિલકતની હરાજી અંગે કાર્યવાહી હાથ ધરી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.