ETV Bharat / state

Sawan Purnima 2023 : એસજીવીપીના 180 ઋષિકુમારોએ વેદોક્ત વિધિ સાથે નૂતન ઉપવિત ધારણ કરી - બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર

અમદાવાદ એસજીવીપીમાં અભ્યાસ કરતા 200થી વધારે ઋષિકુમારોનો શ્રાવણી પૂનમે નવી જનોઇ ધારણ કરવાનો સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો. પંચગવ્ય, ગૌમૂત્ર,ગોમય, ઘી, દૂધ અને દહીંથી સ્નાન કરીને વેદોક્ત વિધિ સાથે ઉપકર્મ વિધિ બાદ નૂતન ઉપવિત ધારણ કરવામાં આવી હતી.

Sawan Purnima 2023 : એસજીબીપીના 180 ઋષિકુમારોએ વેદોક્ત વિધિ સાથે નૂતન ઉપવિત ધારણ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 5:57 PM IST

Updated : Aug 30, 2023, 6:40 PM IST

નૂતન જનોઈ ધારણ કરવાનો પણ અનોખો મહિમા

અમદાવાદ : આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું મહત્વ હોય જ છે, પરંતુ આજના દિવસે યજ્ઞોપવિત એટલે કે નૂતન જનોઈ ધારણ કરવાનો પણ અનોખો મહિમા હોય છે. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે.

નૂતન ઉપવિત ધારણ કરી : અમદાવાદમાં આવેલા એસજીવીપીમાં ગુરુકુલ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા 180 થી વધુ ઋષિકુમારોએ બળેવ શ્રાવણી પૂનમે સંપૂર્ણ પરંપરાગત રીતે નૂતન ઉપવિત ધારણ કરી હતી.

યજ્ઞોપવિત વિધિ પરિવર્તન આજના દિવસે એટલે કે શ્રાવણી પૂનમના દિવસે બદલવામાં આવતી હોય છે. ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર આજે વિશ્વામિત્ર ઋષિને થયો હતો. એ નિમિત્તે બ્રાહ્મણો સવા લાખ જેટલા ગાયત્રી મંત્રના જપ કરીને જે બ્રહ્મ ઊર્જા હોય છે તેને એકત્ર કરવાનો ખૂબ જ પવિત્ર દિવસ ગણાય છે. આજે 158 જેટલા ઋષિકુમારો, ભૂતપૂર્વ ઋષિકુમારો તેમજ વાલી મિત્રોએ 200 જેટલા બ્રાહ્મણોએ બધાએ સાથે મળીને સવા લાખ જેટલા ગાયત્રી મંત્રનું જ જપનામ કરીને સંપૂર્ણ વેદાંત વિધિ સાથે આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી છે...ચિંતન જોષી (દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદાંત આચાર્ય)

ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર : આ સાથે જ મહત્વનું છે કે ગાયત્રી મંત્રનો આજે પ્રાદૂર્ભાવ દિવસ એટલે કે આજે જ આ મંત્રની ઉત્પતિ થઈ હોય એવું આપણા શાસ્ત્ર અને પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્રની આજના દિવસે જ ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર થયો હતો એ દિવસથી લઈને આજ દિન સુધી સંપૂર્ણ વિશ્વમાં ગાયત્રી મંત્રની ઉપાસના થઈ રહી છે.

સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર : ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો તાંતણો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવિત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે.

  1. Raxabandhan 2023 News: ભાવનગર જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રક્ષાબંધન, કેદીઓને રાખડી બાંધવા બહેનો જેલ પહોંચી
  2. Raksha Bandhan 2023: રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર સુરતમાં વૈદિક પરંપરા મુજબ જનોઈ બદલવાનો કાર્યક્રમ
  3. Rakshabandhan 2023: પૃથ્વીએ ભાઈ ચંદ્રને રાખડી બાંધી, જુઓ રેતી કલાકાર સુદર્શન પટનાયકનું અદભૂત રેતી શિલ્પ

Last Updated : Aug 30, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.