ETV Bharat / state

STSangamam: બે સંસ્કૃતિઓનું મિલન કરતો એક કાર્યક્રમ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ: હર્ષ સંઘવી - Saurashtra Tamil cultural forum

સોમનાથ આમ તો સંસ્કૃતિના ઉદયનું સાક્ષી રહ્યું છે પરંતુ હવે સોમનાથની ભૂમિ બે સંસ્કૃતિના સંગમતીર્થનું સાક્ષી બની રહ્યું છે. સોમનાથની ધરતી પર ગુજરાતી અને તમિલ સંસ્કૃતિનું મિલન થવા જઈ રહ્યું છે. માત્ર બે પ્રદેશને પ્રજા જ નહીં પરંતુ ખાનપાનથી લઈને પોશાક સુધી એક સંસ્કૃતિ રજૂ થવાની છે. સોમનાથ તીર્થ ફરી એક વખત આ રાષ્ટ્રીય કક્ષાની ઇવન્ટનું સાક્ષી બનશે. જેમાં ગુજરાતી તેમજ તમિલના નામે અનામી કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરશે. સંગમ બે પ્રદેશનો, તેમાં વણાયેલી બે સંસ્કૃતિનો, ધબકતી બે સભ્યતાનો, ભાષાનો, વ્યંજનોનો, તેની અંદર વસતા લોકોના હૃદયનો સંગમ અને તેમાંથી છલકતી આત્મીયતાનો સંગમ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ.

STSangamam: બે સંસ્કૃતિઓનું મિલન કરતો એક કાર્યક્રમ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ: હર્ષ સંઘવી

author img

By

Published : Apr 15, 2023, 7:38 PM IST

Updated : Apr 15, 2023, 8:12 PM IST

અમદાવાદ ડેસ્ક: આમ તો સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ હજારો વર્ષો પહેલાનો છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક વતનીઓ તામિલનાડુમાં જઈને વસ્યા અને તામિલનાડુની ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને તેમને પોતાનું બીજું ઘર સમજીને ત્યાંની સંસ્કૃતિમાં એકાકાર થઈ ગયા હતા. તમિલ લોકોએ આપણા સૌરાષ્ટ્રના લોકોનું પોતાના પ્રદેશમાં અને પોતાની સંસ્કૃતિમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સંગમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.

સ્વર્ણિમ કાર્ય આદર્યું: સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્" હેઠળ સાંસ્કૃતિક વિવિધતાઓને એકતાના સૂત્રમાં બાંધવાનું જે સ્વર્ણિમ કાર્ય આદર્યું છે. તેના ફળસ્વરૂપ બે વિભિન્નતાથી ભરેલી સંસ્કૃતિઓ એક નેજા હેઠળ ભાઈચારાના પાઠને તથા વિવિધતામાં રહેલી એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે. આ સુંદર કાર્યનો પૂર્ણ શ્રેય "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સૂત્રધાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. જેની દીર્ઘદ્રષ્ટિના કારણે આ શક્ય બન્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ" છે.

આ પણ વાંચો Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે ઉપડશે ખાસ ટ્રેનો, શું છે ઐતિહાસિક મહત્ત્વ જાણો

શિવના સાનિધ્યમાં સંસ્કૃતિ: 'સૌરાષ્ટ્ર - તમિલ સંગમ' નો શુભારંભ તારીખ 17 એપ્રિલે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થશે. દેશના રક્ષાપ્રધાન રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ થશે. તારીખ 17 એપ્રિલથી તારીખ 30 એપ્રિલ સુધી ચાલનાર 'સૌરાષ્ટ્ર - તમિલ સંગમ' માં તામિલનાડુથી આશરે 3000થી 5000 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે.

સોમનાથ મંદિરની પસંદગી કેમ?: પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે. આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર - તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું. ભારત હંમેશા પારસ્પરિક જોડાણને વધુ મજબૂત કરવામાં માને છે. આપણી ભારતીય સંસ્કૃતિ તો વિવિધતાથી પરિપૂર્ણ છે. ભલે આપણે કોઈપણ ભાષા બોલીએ, કોઈપણ પોશાક પહેરીએ પરંતુ આપણું હૃદય ભારતીયતાના એકસૂત્રથી બંધાયેલું છે. વિવિધતામાં એકતા જ આપણી સાચી અને અનન્ય ઓળખ છે.

આ પણ વાંચો Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

આવો હેતુ: આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ માત્ર સાંસ્કૃતિક બંધન જ નહીં પરંતુ કલા, વ્યંજન, કારીગરો, શિક્ષણ, સાહિત્ય અને રમતગમતની પ્રવૃત્તિઓના સંગમને પણ સુદ્રઢ કરશે. માનનીય પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ અને મક્કમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તામિલનાડુના ભાઈ-બહેનોને આવકારવા ઉત્સાહિત છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર - તમિલ જોડાણને વધુ મજબૂત બનાવશે અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.

લેખક- હર્ષ સંઘવી ગુહ રાજ્ય કક્ષાના પ્રધાન, ગુજરાત

Last Updated : Apr 15, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.