ગરમીને લઈને પશુ પંખીઓ પાણીની શોધમાં શહેરી વિસ્તારોમાં આવતા હોય છે, પણ તેમને ગરમીને કારણે તેમના મોત નીપજતા હોય છે. ત્યારે ગાંધીનગરના કોબા ગામ ખાતે પંખીઓ શાંતિથી રહી શકે અને પાણી પી શકે તે માટે કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાઈ દ્વારા કોબા ગામની સોસાયટીઓમાં પંખી માટે માળા અને પાણી માટે કુંડાઓ બાંધવામાં આવ્યા છે.
જેથી પંખીઓને પાણી અને રહેવા માટે ઘર મળી રહે તે માટે કોબા ગામની સોસાયટીઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.