અમદાવાદ: એરપોર્ટ પર ગુજરાતની કળા, સંસ્કૃતિ (Cultural heritage Of India) અને સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી આબેહૂબ કૃતિઓ મૂકવામાં આવી છે. ચોમેર રંગબેરંગી રોશની સાથે ગ્રીનરીથી સુશોભિત એરપોર્ટની ઝાંખીને કેમેરામાં કેદ કરવા લોકો સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે.
ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં ઐતિહાસીક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport India) પર (Sardar Patel International Airport) હેરીટેજ સીટી અમદાવાદ સહિત ગરવી ગુજરાતને આગવી ઓળખ અપાવતી કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવ્યુ છે. આપણી ઐતિહાસિક સભ્યતાની ઝલક દર્શાવતા આર્ટ ક્વોટ્સ અને આર્ટ કલ્ચર જાણે સોનામાં સુગંધ ભેળવે છે. એરપોર્ટના ટર્મીનલ-1 પર ઉતરતા જ વૈષ્ણવ દ્વારપાળો પર્ટકોનું ઉષ્માભર્યુ સ્વાગત કરે છે. આ સાથે ટર્મીનલ-2 પર લાકડામાં કંડારવામાં આવેલી ઉત્તમ કોતરણી મહેમાનોને આવકારે છે. 18મી અને 19મી સદી દરમિયાન ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં કરાયેલી ઐતિહાસીક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન નિરૂપિત કરવામાં આવ્યું છે. આ તમામ ડેકોરેશન સાથેની પ્રવાસીઓ યાદોમાં રાખતી સેલ્ફી લઈ શકે તેવી ગોઠવણી પણ કરવામાં આવી છે.
એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓનું વર્ણન
એક તરફ પ્રાચીન કળા વારસાનું પ્રદર્શન અને બીજી તરફ અર્વાચીન ડિજિટલ સ્ક્રીનના શેડ્સ મુસાફરોને જાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જીવંત સાક્ષી બનાવે છે. એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાથવણાટ કરેલા કચ્છના તોરણ, બળદ-ઉંટના કાઠીના કપડાં, શિંગડાની સજાવટ વગેરે ખૂબ જ અત્યાધુનિક બનાવી છે.
શીર્ષક અંતર્ગત પતંગ મહોત્સવ 2022ને આવકારતું ફેબ્રિક કાઈટ ઈન્સ્ટોલેશન કરાયું
આ વર્ષે SVPIA ગુજરાતના સર્વાધિક લોકપ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી માટે સ્થાનિક આર્કિટેક્ટચર-ડિઝાઇનરોની કળા ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ બન્યું છે. “વેવ ઓફ લાઈફ” શીર્ષક અંતર્ગત પતંગ મહોત્સવ 2022ને (Kite Festival 2022) આવકારતું ફેબ્રિક આર્ટ ઈન્સ્ટોલેશન (Fabric Art Installation) કરવામાં આવ્યું છે. આ ઉંપરાંત CEPTમાં તાલીમ લઈ ચૂકેલા નવયુવાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા અનેકવિધ પંતગો અને કૃતિઓ કોરિડોરને જીવંત બનાવે છે.
2022માં પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મુકાયો
નવા વર્ષને આવકારવામાં પર્યાવરણ સંરક્ષણ (Environmental protection Act In India) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 'ગ્રીન ઇનિશિએટિવ' અંતર્ગત આઉટડોરમાં વાર્ષિક 100 થી વધુ પામ્સ, 5,000 થી વધુ સુશોભન ઝાડીઓ અને 10,000 થી વધુ ફૂલો સાથે એરપોર્ટનો શણગાર કરવામાં આવ્યું છે. એરપોર્ટના ઇન્ડોર વાતાવરણને તરોતાજા રાખવા માટે સંખ્યાબંધ ઇન્ડોર પ્લાન્ટસ રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં હજારો વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: