ETV Bharat / state

Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાયું, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ

author img

By

Published : Jun 14, 2023, 9:03 PM IST

Updated : Jun 14, 2023, 9:36 PM IST

ભગવાન જગન્નાથ 10 દિવસથી મામાના ઘરે મોસાળની અંદર છે. આજે તેમનું મામરૂ ભરવામાં આવ્યું હતું. જેમાં સરસપુરના લોકો ભારે સંખ્યામાં ભગવાનના મામેરાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. જે આજે રાત્રે વરઘોડા સાથે મામરેના યજમાનના નિવાસસ્થાન મેઘાણીનગર જશે.

Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાયું, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ
Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાયું, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ

સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાયું

અમદાવાદ : દેશની સૌથી મોટી બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેરના જમાલપુર ખાતેથી નીકળે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા 20 જૂન 2020ના રોજ અમદાવાદ શહેરના 21 કિલોમીટર લાંબા રૂટ પર નીકળશે. જગન્નાથ મંદિર, પોલીસ જવાનો સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજરોજ તેમનું મામેરુ ભરવામાં આવ્યું હતું.

સોના ચાંદીના ઘરેણાં આપ્યા : ભગવાન જગન્નાથજીનું આજે સરસપુરમાં મામેરૂં ભરવામાં આવ્યુ હતું. ભગવાનના મામેરાના દર્શન કરવા માટે ભક્તો શહેરા ખૂણે ખૂણેથી આવ્યા હતા. ભગવાન મામેરામાં સોના ચાંદીના ઘરેણાં તેમનાં અલગ અલગ વસ્ત્રો સહિતના વસ્તુઓ તેમને આપવામાં આવી હતી. સરસપુર ખાતે મામેરૂં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાંજે મામેરામાં યજમાન ઘરે ભવ્ય શોભાયાત્રા થકી તેમના ઘરે જશે અને 16 તારીખે ભગવાનું મામેરું નિજ મંદિર સરસપુર પરત ફરશે.

મામેરૂ
મામેરૂ

15 દિવસ રોકાણ : ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્ણ કર્યા બાદ તેજ દિવસે સાંજે મામાના ઘરે સરસપુર 15 દિવસ માટે પહોંચ્યા હતા. જ્યાં સરસપુરના નગરજનો પોતાના ભાણીયાને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચારેબાજુ જય રણછોડ માખણ ચોરના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સરસપુરની અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા રોજ સવાર સાંજ ભગવાન જગન્નાથની સામે ભજન પણ ગાવામાં આવી રહ્યા છે.

અનેક પ્રકારના ભોજન પીરસવામાં આવી રહ્યા : મામાના ઘરે ભાણિયો હંમેશા મોજ જ કરતો હોય છે, તેવી જ રીતે સરસપુર રણછોડરાયજીના મંદિરમાં ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી તેમને ભાવતા ભોજન સહિતના અનેક પ્રકારના લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમને ભાવતા ભોજન પણ દરરોજ તેમને અર્પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક દિવસે રસપુરી બીજા દિવસે ગુલાબજાંબુ, મોહનથાળ જેવા અવનવા ભોજન તૈયાર કરીને તેમને અર્પણ કરવામાં આવી રહ્યા છે.

નિજ મંદિર ફરશે ત્યારે આંખે પાટા બાંધવામાં આવશે : ભગવાન જગન્નાથ પંદર દિવસ સરસપુર પોતાના મામાને ઘરે રોકાયા બાદ જ્યારે નિજ મંદિર પરત ફરશે. તે સમયે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. કારણ કે એવી એક લોકવાયકા છે કે જ્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરે પંદર દિવસ રહે છે. તેમને આંખો આવેલી હોય છે. તેથી તેમને ગર્ભગૃહમાં પ્રવેશ આપ્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે. ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.

  1. Rath Yatra 2023 : પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ
  2. Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ
  3. Rath Yatra 2023 : સુરતમાં આ રંગના કિંમતી વાઘા ધારણ કરી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા પર નીકળશે

Last Updated : Jun 14, 2023, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.