ETV Bharat / state

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સંદિપ સાંગલેએ પદભાર સંભાળ્યો

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સંદિપ સાંગલેએ ગુરૂવારે પદભાર સંભાળ્યો હતો. જિલ્લા કલેક્ટર સાંગલેએ પદભાર સંભાળ્યા બાદ મીડિયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના પ્રજાના પ્રશ્નોને વધુ ઝડપથી ઉકેલવાએ તેમની પ્રાથમિકતા રહેશે.

Sandeep
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સંદિપ સાંગલેએ પદભાર સંભાળ્યો
author img

By

Published : Sep 10, 2020, 10:56 PM IST

અમદાવાદ: જિલ્લાના નવા કલેક્ટર તરીકે સંદિપ સાંગલેએ પદભાર સંભાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના પ્રજાના પ્રશ્નોને વધુ ઝડપથી ઉકેલવાએ તેમની પ્રાથમિકતા રહેશે.

અમદાવાદના નવા કલેક્ટરે જણાવ્યું હતું કે, જનતાની સમસ્યાના ઉકેલ માટે વહીવટીતંત્ર પ્રૉ-એક્ટિવ કામગીરી કરે તેના પર વિશેષ ધ્યાન અપવામાં આવશે. તેમણે અમદાવાદ જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનું સંકલન વધુ સુદ્રઢ બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી. વધુમાં કલેકટરે ઉમેર્યું હતુ કે, અમદાવાદ જિલ્લામાં કોવિડની સ્થિતિમાં દિન-પ્રતિદિન સુધારો થઈ રહ્યો છે, આ સ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સંદિપ સાંગલેએ પદભાર સંભાળ્યો

અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરનું કચેરીના કર્મચારીઓએ પુષ્પગુચ્છથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંદીપ સાંગલે આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.