ETV Bharat / state

સાણંદના પ્રાંત અધિકારીનો આપધાત, પાંચમા માળેથી કૂદીને ટુંકાવ્યું જીવન

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને(gujarat legislative assembly 2022) આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ સહિત સરકારી અધિકારીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારીએ(Sanand Provincial Officer) આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા(as Deputy Collector) અને પ્રાંત અધિકારી(Provincial Officer) રાજેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત(Suicide By Jumping From The Fifth Floor Of The Flat) કર્યો હતો.

સાણંદના પ્રાંત અધિકારી
સાણંદના પ્રાંત અધિકારી
author img

By

Published : Nov 22, 2022, 4:40 PM IST

Updated : Nov 22, 2022, 5:50 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને(gujarat legislative assembly 2022) આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ સહિત સરકારી અધિકારીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેકટર તરીકે(as Deputy Collector) ફરજ બજાવતા અને પ્રાંત અધિકારીએ(Provincial Officer) આપઘાત(Suicide By Jumping From The Fifth Floor Of The Flat) કર્યો હોવાની ઘટના બની છે.

સાણંદના પ્રાંત અધિકારીનો આપધાત, પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ

ફ્લેટના 5મા માળેથી કૂદીને જીવન ટુંકાવ્યું: અમદાવાાદના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર પટેલે પોતાના ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. રાજેન્દ્ર પટેલ વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગત મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા. આજે વહેલી સવારે પ્રેરણાતીર્થ સોસાયટીના પાંચમા માળેથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે તેઓ આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને ઘરે આવ્યા હતા. અને વહેલી સવારે તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરી લેતાં રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. થોડા સમય પહેલાં જ સાણંદમાં રિટનિંગ ઓફિસર તરીકે પોસ્ટિંગ થયું હતું. રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીના B-403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા.

પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ: ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. સાણંદ સિવિલ તેમના મૃતદેહનું પી.એમ ચાલી રહ્યું હતું ત્યારે તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રાજેન્દ્ર પટેલે આપઘાત નહીં પણ કોઈએ તેમને ધક્કો મારી હત્યા કરી છે. ઉપરાંત તેમના ડિપ્રેશનમાં હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સાણંદ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Last Updated : Nov 22, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.