અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદમાં લૉક ડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યું છે. અમદાવાદનો હેવી ટ્રાફિકવાળો વિસ્તાર RTO સાવ સૂમસામ દેખાતો હતો.
કલેક્ટર ઓફિસ, RTO, ગાંધી આશ્રમ જવાનો રસ્તો, સાબરમતી જેલ તરફ જવાનો રસ્તો, રાણીપ- સાબરમતી જવા માટે પ્રવેશદ્વાર છે, RTOનાં વાહનવ્યવહાર વિભાગની ઓફિસ છે કે, જ્યાં રોજના લાખો લોકો RTO કોઈને કોઈ કામે આવતાં હોય છે. કલેક્ટર કચેરીમાં સરકારી કામો થતાં હોય છે. જેમાં જન સેવા કેન્દ્રમાં પણ રોજના હજારો લોકો આવજા કરે છે. જેલના ભજીયા ખાવા માટે લોકો લાઈનમાં ઉભા હોય છે. આ બધુ આજે સૂમસામ છે.
RBI કવાર્ટર્સ, જેલ કવાર્ટર્સ પણ તે જ રોડ છે. RTO પાસે BRTS બસ સ્ટેશનનું મોટુ મથક છે. ત્યાંથી જ તમામ BRTS ઉપડે છે, અને RTO જ પાછી આવે છે. એટલે રોજ ઢગલાબંધ બસો આવજા કરતી હોય છે. આજે આ BRTSનો રૂટ ભેકાર છે.
RTO ચાર રસ્તા પાસે પોલીસે છાવણી બનાવી છે, અને લૉકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ખડેપગે પોલીસ ફરજ બજાવી રહ્યી છે. ભારે ટ્રાફિકથી ધમધમતો RTO ચાર રસ્તા વિસ્તાર લૉકડાઉનમાં સાવ સૂમસામ છે.