આ મામલે RSSના સ્વયંક સેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં નવા બંધારણના નામે PDF વાયરલ થઈ છે. જેમાં RSSના કાર્યાલય અને RSSના વડા મોહન ભાગવતનો ફોટો રાખવામાં આવ્યો છે તથા બંનેની છબી ખરડાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ PDF ફાઈલમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક જાતિના લોકોને બંધારણમાં હક મળશે અને અમુક જાતિના લોકોને નાગરિકતા, શિક્ષણ જેવા હક નહીં મળે. ઉપરાંત નવું બંધારણ બનવા જઈ રહ્યું છે તેમાં કોઈ પોતાનું સૂચન આપવા માગતું હોય તો તે RSSના કાર્યાલય પર આવી શકે છે.
આ મામલે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ PDF વાયરલ થઈ તે માધ્યમને બ્લોક કરવામાં આવશે. ઉપરાંત ક્યા-ક્યા લોકોએ તેને શેર કર્યું છે અથવા ફોરવર્ડ કર્યું છે તે મામલે કાર્યવાહી કરવામાં આવશે.