અમદાવાદઃ આરજે રાધિકા કહે છે કે આ લૉક ડાઉનમાં મને એ વાત સારી સમજાઈ ગઈ છે કે પ્રયાસ નાનો કે મોટો નથી હોતો. પ્રયાસ તો પ્રયાસ હોય છે, અને એમાંય આવી સ્થિતિમાં કોઈને સ્માઈલ કરાવવામાં આવે તો તેનાથી સારુ શું હોઈ શકે. રેડિયો સિટીએ આ પ્રયાસ કર્યો છે. આ કનેક્શનને જોતાં એમ લાગે કે યાર લૉક ડાઉનમાં તમને કેવી રીતે એકલા છોડી મુકાય. અને એટલા માટે જ તમારા ફેવરીટ ગીતો જેમ કે ગુજરાતી ગીતો હોય, કે પછી કોન્સર્ટ ફ્રોમ હોમ હોય, જેમાં તમારા ફેવરીટ સીંગર હોય, ફેવરીટ મ્યુઝિક ડીરેક્ટર હોય, તેમના ઘરેથી તમારા માટે સ્પેશિયલ લાઈવ કોન્સર્ટ પ્લે કરતા હતા.
તે ઉપરાંત લૉક ડાઉન દરમિયાન ‘લૉકડાઉન સ્ટોરી’ રજૂ કરતાં હતા, જેમાં આ લૉક ડાઉન દરમિયાન કેટલા બધા રીલેશનશીપ વધારે સ્ટ્રોંગ બન્યા, કેટલાક રીલેશન કદાચ તૂટવાના આરે હતા, કદાચ એ બોન્ડ થોડુ ઢીલું થઈ ગયું હતું. એ વધારે સારુ કર્યું. માત્ર એન્ટરટેઈન્ટ નહી પણ જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં અમે પોઝિટિવિટીને તમારા સુધી પહોંચાડી છે. લોકલથી વોકલ સુધીની સફરની વાતો કરી, તમે હેપ્પી રહ્યો, સલામત રહો, અને તમે તમારા ઘરે રહો. આ સમય આપણે સાથે કાઢીશું ને તો આ સમય પણ જતો રહશે, પછી આપણે શાંતીથી વધુ વાતો કરીશું, કે યાર લૉકડાઉનમાં આવું પણ હતું.