અમદાવાદ: ગુજરાતમાં અલગ જ ઓળખ મેળવનાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ લોકોને આકર્ષવા માટે અટલ બ્રીજ, સાયકલિંગ, હેલિકોપ્ટર રાઇટ્સ, બોટીંગ સહિત મનોરંજન પૂરું પાડવામાં આવે છે. જેના પગલે સાબરમતી ફ્રન્ટ પ્રોજેક્ટ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નામના મેળવી રહ્યો છે. જેના લીધે ગુજરાત પરના લોકો અહીંયા ફરવા માટે આવે છે. ત્યારે વધુ એક મનોરંજન માટે સાબરમતી નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ શરૂ થશે.
લાંબા બાદ સમય ટેન્ડર મંજૂર: DYMC આઈ કે પટેલે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ક્રુઝ કમ ફ્લોટિંગ 2011થી ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ હવે તે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા સર્વિસ ચાલુ કરવામાં આવશે. કંપની આપવામાં આવેલો છે. નક્કી કરેલા MOU મુજબ અક્ષર ટ્રાવેલ વર્ષે 45 લાખ રૂપિયા રિવરફ્રન્ટ કંપનીને ચૂકવશે. જ્યારે લોકો પાસેથી દોઢ કલાક સવારીનો ચાર્જ પણ અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.
આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા
દોઢ કલાકનો એક ફેરો: આ રેસ્ટોરાં 100 બાય 30 ફૂટની સાઈઝ રહેશે. આ રેસ્ટોરન્ટમાં 150 જેટલા લોકો એક સાથે મુસાફરી કરી શકશે. જેમાં બે ફ્લોરની આ રેસ્ટોરન્ટ છે. જેમાં નીચેના ફ્લોર એર કન્ડિશન અને ઉપરનો ફ્લોર જે છે એ ખુલ્લો રાખવામાં આવશે. આમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. જેમાં આંબેડકર બ્રિજ અને નેહરુબ્રિજની વચ્ચે શરૂ કરવામાં આવશે. આ એક ફેરો પૂર્ણ કરતા અંદાજિત દોઢ કલાક જેટલો પણ સમય લાગશે.
વધુ એક આકર્ષણનું કેન્દ્ર: અમદાવાદ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતા અનેક ફરવા લાયક અને આકર્ષણ કેન્દ્ર તેવા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં હેલિકોપ્ટર રાઇટ્સ,બોટિંગ, સાયકલિંગ ઉપરાંત ભારતનો સૌથી પહેલો નદી ઉપરનો ફોટો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. જેથી માત્ર અમદાવાદનાં જ નહીં. પરંતુ ગુજરાતના લોકો પણ સાબરમતી રિવરફ્રન્ટ પર મજા માણવા આવી રહ્યા છે ત્યારે હવે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરા એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે. જેથી સાબરમતી નદીમાં પર વધુ એક નવું નજરાણુ ઉમેરાશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ પ્રકાશિત કર્યું હતું.