- લોકડાઉન બાદ શાકભાજીમાં મોંઘવારી
- શાકભાજીના ભાવમાં સતત વધારો
- 30 થી 35 ટકાનો વધારો જોવા મળ્યો
અમદાવાદઃ રાજ્યમાં લોકડાઉન બાદ મોંઘવારીએ લોકોની મુશ્કેલી વધારી છે. જેમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જેમાં ઉનાળાની શરૂઆતમાં ટિનદોડા, લીંબુ, ભીંડા જેવા શાકભજીના ભાવ વધ્યા છે. ત્યારે સૌથી વધારે લીંબુમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે . ત્યારે બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા કરફ્યૂ આપવામાં આવ્યો છે ત્યારે વેપારીઓની હાલત કફોડી બની છે. ત્યારે હાલમાં ઉપરથી જ લીંબુની આવક ન થતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે.
આપણ વાંચોઃ અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા
- શાકભાજીના ભાવ આસમાને
- ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
શાકભાજી | હોલસેલ ભાવ | રિટેલભાવ |
---|---|---|
લીંબુ | 70 રૂપિયા કિલોગ્રામ | 100 રૂપિયા કિલોગ્રામ |
ગવાર | 80 રૂપિયા કિલોગ્રામ | 120 રૂપિયા કિલોગ્રામ |
બટાકા | 9 રૂપિયા કિલોગ્રામ | 20 રૂપિયા કિલોગ્રામ |
ડુંગળી | 12 રૂપિયા કિલોગ્રામ | 20 રૂપિયા કિલોગ્રામ |
કેરી | 45 રૂપિયા કિલોગ્રામ | 50 રૂપિયા કિલોગ્રામ |
ભીંડા | 55 રૂપિયા કિલોગ્રામ | 80 રૂપિયા કિલોગ્રામ |
ગિલોડા | 60 રૂપિયા કિલોગ્રામ | 80 રૂપિયા કિલોગ્રામ |
મોંઘવારીમાં વેપારીઓની હાલત પણ ખરાબ છે. જેમાં વેપારીઓને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે વેપારીઓના નફાના રેસિયોમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે મોંઘવારીમાં દરેક વર્ગને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે.