ETV Bharat / state

અમદાવાદની દિવ્યાંગ દીકરીની હિંમતને સલામ, પગથી ચાલી ન શકનાર મહિલા ચલાવે છે રીક્ષા !

author img

By

Published : Dec 27, 2019, 10:16 PM IST

Updated : Dec 30, 2019, 9:23 PM IST

અમદાવાદ: દિવ્યાંગ હોવું એ બહુ જ મોટી કમી હોય તેવું લોકો હજુ પણ માની રહ્યા છે. તેના કારણે જ દિવ્યાંગો પણ હાર માની જતા હોય છે. ત્યારે લોકોના ધિકકારવાથી હાર ના માનીને દિવ્યાંગ હોવા છતાં પોતાના પગભર થયેલ દિવ્યાંગ દીકરી રીક્ષા ચલાવે છે. તેમજ પોતાનું ગુજરાન ચલાવે છે.

auta
અમદાવાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અંકિતા શાહ નામની 34 વર્ષીય મહિલાએ નાનપણથી જ પોલિયોના કારણે પગ ગુમાવ્યા હતા. તે બરોબર રીતે ચાલી શકતી નહોતી. તેમ છતાં આ દીકરીએ BA સુધીનો અભ્યાસ સારી રીતે પૂર્ણ કર્યો હતો. તેમજ પોતાના માતા-પિતા અને ભાઈ સાથેના પરિવારને સુરતમાં મૂકીને અમદાવાદ ખાતે રોજગાર માટે આવી હતી. તેના પિતાને કેન્સર હોવાનું જાણવા છતાં સારવાર માટે મદદ મળી રહે તે હેતુથી નોકરી કરવા માટે તૈયાર થઈ હતી.

મૂળ પાલિતાણાની અને 8 વર્ષ અગાઉ અમદાવાદમાં રોજગાર માટે આવેલી આ દીકરીએ નોકરી તો શોધી કાઢી હતી. પરંતુ નોકરીમાં તેને દિવ્યાંગ હોવાનો અહેસાસ કરાવવામાં આવતો અને લોકો એવું સમજતા હતા કે, દિવ્યાંગ હોય તો ઓફિસની શોભા બગડે જેના કારણે અંકિતાને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ અંકિતાએ અનેક જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ BA કરીને ગ્રેજ્યુએટ થઈ હોવા છતાં માત્ર દિવ્યાંગતાના કારણે કોઈ નોકરીમાં રાખતું નહોતું.

અમદાવાદની દિવ્યાંગ દીકરીની હિંમતને સલામ, પગથી ચાલી ન શકનાર મહિલા ચલાવે છે રિક્ષા !

પોતાની દિવ્યાંગતાને નજર અંદાજ કરીને ગુજરાન ચલાવવા માટે અંકિતાએ રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. તેમજ તેના ઓળખીતા મિત્રો સાથે રહીને રીક્ષા પણ શીખી લીધી હતી. અંકિતા રીક્ષા શીખીને લોન લઇને રીક્ષા પણ લઈ આવી હતી. બાદમાં તેણે અન્ય પુરુષ રીક્ષા ચાલકની જેમ અમદાવાદમાં રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. સવારે 10 વાગ્યા બાદ પોતાના નિવાસ સ્થાનથી રીક્ષા લઈને નીકળી જતી. ત્યારબાદ જે પણ પેસેન્જર મળે તે દિશામાં આગળ વધતી.

જેમાં તે રોજ 8-10 કલાક રીક્ષા ચલાવી 500-700 રૂપિયા કમાઈ પણ લેતી હતી. હવે તેને આ જ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે. અત્યારે થોડા પૈસા ભેગા કરીને ભવિષ્યમાં ટેક્ષી ખરીદીને આ જ રીતે પોતાના પર જ નિર્ભર થવા માંગે છે. પરંતુ અત્યારે રીક્ષા ચલાવતા પણ કેટલીક વખત મહિલા ઉપરાંત દિવ્યાંગ જોઈને રિક્ષામાં બેસતા નથી. જેને કારણે તે ઉદાસ થઈ જાય છે.

દિવ્યાંગ હોવું એક શ્રાપ નહીં પણ કુદરતી બક્ષીસ સમજીને તે આગળ વધી રહી છે. તેમજ સમાજના લોકોને પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અન્ય દિવ્યાંગ લોકો પણ દિવ્યાંગતાના કારણે હાર માની નિરાશ ન થાય પરંતુ હિંમતથી આગળ વધે તથા સમાજ પણ સામાન્ય માણસની જેમ દિવ્યાંગોને એક તક આપે તેવું અંકિતાએ જણાવ્યું હતું.

Intro:અમદાવાદ

દિવ્યાંગ હોવું એ બહુ જ મોટી કમી હોય તેવું લોકો હજુ પણ માની રહ્યા છે અને તેના કારણે જ દિવ્યાંગો પણ હાર માની જતા હોય છે ત્યારે લોકોના ધિકકારવાથી હાર ના માનીને દિવ્યાંગ હોવા છતાં પોતાના પર પગભર થયેલ દિવ્યાંગ દીકરી રીક્ષા ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

Body:અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અંકિત શાહ નામની 34 વર્ષીય દીકરી એકલી રહે છે.નાનપણથી જ પોલિયોના કારણે અંકિતાના એક પગે તકલીફ હતી અને તે બરોબર રીતે ચાલી શક્તિ નહોતી તેમ છતાં આ દીકરીએ BA સુધીનો અભ્યાસ સારી રીતે પૂર્ણ કર્યો હતો.પોતાના માતા-પિતા અને ભાઈ સાથેના પરિવારને સુરતમાં મૂકીને અમદાવાદ ખાતે રોજગાર માટે અંકિતા આવી હતી.પિતાને કેન્સર હોવાનું જાણવા છતાં સારવાર માટે મદદ મળી રહે તે હેતુથી નોકરી કરવા માટે અંકિત તૈયાર થઈ હતી..

મૂળ પાલિતણાની અને 8 વર્ષ અગાઉ અમદાવાદમાં રોજગાર માટે આવેલી આ દીકરીએ નોકરી તો શોધી કાઢી હતી પરંતુ નોકરીમાં તેને દિવ્યાંગ હોગનો અહેસાસ કરાવવામાં આવતો અને લોકો એવું સમજતા હતા કે દિવ્યાંગ હોય તો ઓફિસની શોભા બગડે જેના કારણે અંકિતાને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.જે બાદ અંકિતાએ અનેક જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યા પરંતુ BA કરીને ગ્રેજ્યુએટ થઈ હોવા છતાં માત્ર દિવ્યંગતાના કારણે કોઈ નોકરીમાં રાખતું નહોતું....

પોતાની દિવ્યંગતાને નજર અંદાજ કરીને ગુજરાન ચલાવવા માટે અંકિતાએ રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું અને તેના ઓળખીતા મિત્રો સાથે રહીને રીક્ષા પણ શીખી લીધી હતી.અંકિતા રીક્ષા શીખીને લોન ઓર રીક્ષા પણ લઈ આવી હતી અને અન્ય પુરુષ રીક્ષા ચાલકની જેમ જ અમદાવાદમાં રીક્ષા ચલાવાનું શરૂ કર્યું છે.સવારે 10 વાગ્યા બાદ પોતાના નિબસ સ્થાનથી રીક્ષા લઈને નીકળી જતી અને ત્યારબાદ જે પણ પેસેન્જર મળે તે દિશામાં આગળ વધતી.

રોજ 8-10 કલાક રીક્ષા ચલાવી અંકિતા 500-700 રૂપિયા કમાઈ પણ લેતી હતી અને હવે તેને આ જ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે.અત્યારે થોડા પૈસા ભેગા કરીને ભવિષ્યમાં ટેક્ષી ખરીદીને આ જ રીતે પોતાના પર જ નિર્ભર થવા માંગે છે.પરંતુ અત્યારે રીક્ષા ચલાવતા પણ કેટલીક વખત મહિલા ઉપરાંત દિવ્યાંગ જોઈને રિક્ષામાં બેસતા નથી જેને કારણે તે ઉદાસ થઈ જાય છે.

દિવ્યાંગ હોવાને એક શ્રાપ નહીં પણ કુદરતી બક્ષિસ સમજીને અંકિતા આગળ વધી રહી છે અને સમાજના લોકોને પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.અન્ય દિવ્યાંગ લોકો પણ દિવ્યંગતાના કારણે હાર માની નિરાસ ના થાય પરંતુ હિંમતથી આગળ વધે તથા સમાજ પણ સામાન્ય માણસની જેમ દિવ્યાંગોને એક તક આપે તેવું અંકિતાએ જણાવ્યું હતું..

અમદાવાદથી આનંદ મોદીનો વિશેષ અહેવાલ..

વન ટુ વન- અંકિત શાહ

Conclusion:
Last Updated : Dec 30, 2019, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.