- થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ
- રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું
- મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી
અમદાવાદ : આજે રવિવારે સવારે થલતેજ ખાતે આવેલી યુટોપિયા સ્કૂલ ખાતે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે પોતાના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ પોતાનો મત આપવો જોઈએ અને મતાધિકારના ઉપયોગ સાથે કોર્પોરેશનમાં યોગ્ય ઉમેદવારને જીતાડીને લોકશાહીના આ મહાપર્વને મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે આજે પૂરો દિવસ તેઓ તેમના નારણપુરા ખાતેના કાર્યાલયથી કાર્યકર્તાઓ સાથે મળીને લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત અને અપીલ કરશે.
1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક
અમદાવાદના 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશીલ અને 1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. કોરોનાને ધ્યાને રાખીને PPE કીટ, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક તેમજ થર્મલ ગન સહિતની જરૂરી સામગ્રી પણ કર્મચારીઓને આપવામાં આવી છે.