કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ જણાવતા એક્સ આર્મીમેન અનિલ કૌશિકે જણાવ્યું કે, જે રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી અને વડીપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો હતો, તેનાથી તેઓ વ્યથિત થયા હતા અને તેમના સાથીઓ સાથે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને જણાવ્યું કે, કોંગ્રેસની વિચારધારા પર અમને વિશ્વાસ છે.
આર્મીમેન અનિલ કૌશિક 200 કલાક સુધી એર ફ્લાય કરી ચુક્યા છે અને લગભગ તમામ બોર્ડર પર સેવા બજાવી ચુક્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો અને પોતાની પાર્ટીનો રાજકીય લાભ લેવા માટે સેનાના ઓપરેશનનો ઉલ્લેખ કરી તેના નિયમોનો ભંગ કરતા હોવાનો આક્ષેપ પણ અનિલ કૌશિકે લગાવ્યો હતો.
પોતાના રાજકીય લાભ માટે સેનાના પરાક્રમો અને ઓપરેશનનો ઉલ્લેખ કરી વોટ માંગતી ભારતીય જનતા પાર્ટી પર એક્સ આર્મીમેનને વિશ્વાસ નથી અને તેથી કોંગ્રેસની વિચારધારા સાથે તેઓ પોતાના સાથીદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.