અમદાવાદ: હોટેલ માલિકોએ પણ સોસિયલ ડિસ્ટન્સ જળવાય તેને વધુ મહત્વ આપ્યું છે. ગ્રાહકે સૌપ્રથમ તો રેસ્ટરન્ટમાં પ્રવેશતાં પહેલાં સેનીટાઈઝર વડે હાથ જંતુમુક્ત કરવાના રહેશે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના ટેબલ વચ્ચે નિયમો મુજબ જગ્યા રાખવામાં આવે છે. બે ગ્રાહકો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે. દરેક ટેબલ પર સેનીટાઈઝર મુકવામાં આવે છે.ગ્રાહકોને બીલની ચૂકવણી ઓનલાઈન કરવા ઉત્તેજન આપવામાં આવે છે.
રસોઈ બનાવનાર દરેક વ્યક્તિ પણ માસ્ક, સેનીટાઈઝર અને સ્વચ્છતા જાળવે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં હવાની અવરજવર માટે યોગ્ય વેન્ટિલેશન પણ રખાયું છે. પરંતુ ઉલ્લેખનીય છે કે અઢી મહિના બાદ હોટલ્સ અને રેસ્ટોરન્ટ શરૂ કરાતાં હોટલ માલિકો આર્થિક તંગી અનુભવી રહ્યાં છે. વળી હોટલને ચાલુ રાખવાનો સમય પણ સાંજના 7 વાગ્યા સુધીનો હોવાથી ગ્રાહક પણ નહિવત આવે છે. ત્યારે હોટલ માલિકોની માગ છે કે સમય મર્યાદા વધારીને રાત્રિના 9 વાગ્યા સુધીની કરવામાં આવે.