ETV Bharat / state

નામાંકિત ખાનગી તબીબોએ અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવું શરૂ કર્યું - અમદાવાદ સિવિલ હોસ્પિટલ્સ

કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યપ્રધાનની અપીલને લઈને શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાયા છે અને આજથી જ તેમણે કોરોના દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યવ્યાપી પગલા લીધાં છે. તે શૃંખલામાં મુખ્યપ્રધાને શહેરના ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી.

નામાંકિત ખાનગી તબીબોએ અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવું શરુ કર્યું

author img

By

Published : May 7, 2020, 2:31 PM IST

અમદાવાદઃ આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાંની મુલાકાત લઈ દર્દીઓની સેવા સારવારમાં જોડાયાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે.

નામાંકિત ખાનગી તબીબોએ અમદાવાદની સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવું શરુ કર્યું
અહીં હોસ્પિટલમાં કાર્યરત નિષ્ણાત તબીબો દર્દીઓની સેવા સુશ્રુષા કરે જ છે પરંતુ દર્દીઓની વધતી સંખ્યાને લઈને મુખ્યપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આ ચાર તબીબોએ રોજ અહીં ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને આ દર્દીઓની સારવારમાં જોડાયાં છે.સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યાં છે, ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યાં છે. અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ હાથ ધરાયો છે.કે.ડી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેરના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે. એટલું જ નહીં, તબીબો પાસેથી તેમની સારવારની જાણકારી મેળવી છે. જો કે અહીં અપાતી સારવાર શ્રેષ્ઠ જ છે પરંતુ દર્દીઓની મોટી સંખ્યા ધ્યાને લઈને રાજ્ય સરકારની અપીલના પગલે અમે પણ આ સેવાયજ્ઞમાં જોડાવાનો નિર્ધાર કર્યો છે. આ દર્દીઓની 24 કલાક ખડેપગે સેવા કરતાં હોસ્પિટલના તબીબોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.