- હવામાન વિભાગના અવલોકનના સો વર્ષ
- અમદાવાદમાં ગુજરાત હવામાન વિભાગનું મુખ્ય કેન્દ્ર
- અમદાવાદ વેધશાળાને લાંબાગાળાના નિરીક્ષણ સેન્ટર તરીકેની માન્યતા
અમદાવાદ : શહેરમાં ઓપરેશન સેન્ટરના વધારવાનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વ હવામાન સંસ્થા દ્વારા સપ્ટેમ્બર વર્ષ 2020માં 100 વર્ષથી વધુ સમયના હવામાન વિશે કારલોન સેન્ટર તરીકે અમદાવાદ વેધશાળાને લાંબા ગાળાના નિરીક્ષક તરીકેની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર ગુજરાતમાં મુખ્ય કેન્દ્ર છે. જે આગળ ગુજરાતના તમામ જિલ્લાના ડેટાનું અવલોકન કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ હવામાન કેન્દ્રના ડેટા ભારતમાં જ નહીં, પરંતુ પૂરા વિશ્વમાં જોવા મળે છે.
1993માં શરૂ કરવામાં આવ્યું ઓબ્ઝર્વેશન સેન્ટર
અમદાવાદમાં 1993ની વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું. તમામ અવલોકન મેન્યુઅલ ડેટા તૈયાર કરવામાં આવતો હતો. ઉનાળો શિયાળો હોય કે ચોમાસુ હોય તમામની આગાહી અગાઉથી જ મળી રહે તે માટે પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવે છે. કારણ કે, મેન્યુઅલ ડેટાથી લઈને સેટેલાઇટ સુધીની સફર ખૂબ જ શાનદાર રહી હોય તેવું પણ ગણી શકાય છે. જેના કારણે સાયક્લોન, વાવાઝોડાની આગાહી, વરસાદ ઠંડી કે ગરમી માટેની જે આંકડાકીય માહિતી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે, તે તમામ સેટેલાઈટ પરથી લેવામાં આવે છે. જેને લઇને હાલ હવામાન વિભાગના અધિકારીઓનું જે કાર્ય છે, તે ખૂબ જ સરળ બની ચૂક્યું છે. મહત્વનું છે કે, આગામી 5 દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ જશે. જેના કારણે ભારે ગરમીનો સામનો પણ અમદાવાદ સહિત ગુજરાતવાસીઓને કરવો પડશે.