મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. જેને પગલે કોઈ પણ પ્રકારની મેડીકલની તાત્કાલિક જરૂરિયારત ઉભી થાય તો તેને આવરી લેવા 25 બેડની મિનિ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં એક્સરે મશીન જેવી સુવિધા હશે અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવશે.
ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ શૉ દરમિયાન પણ 50થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. રોડ શૉ દરમિયાન 20 મેડીકલની ટીમ પણ હાજર રહેશે, જે સમગ્ર રૂટ પર જરૂરિયાત પ્રમાણે સારવાર આપશે.