નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમને 26 માર્ચે 1.70 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેના એક દિવસ પછી રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 75 બેસીસ (0.75 ટકા) પોઈન્ટનો ઘટાડો કરીને 4.4 ટકા કર્યો છે. રીવર્સ રેપો રેટ 90 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કરાયો છે.
રીઝર્વ બેંકની મોનેટરી પોલીસીનો રિવ્યુ 3 એપ્રિલે થવાનો હતો, પણ કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિને પગલે આરબીઆઈએ મોનેટરી પોલીસી કમિટીની બેઠક 24, 25 અને 26 માર્ચે બોલાવીને રેટ કટની જાહેરાત કરી છે. તેમજ હોમ લોન, પર્સનલ લોન અને વાહન પર લીધેલ લોનનો હપ્તો ત્રણ મહિના સુધી મોકૂફ રખાયો છે. એટલે કે કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહી ભરે તો તેની ક્રેડિટ હિસ્ટ્રી પર નેગેટિવ અસર નહી અપાય.
- આરબીઆઈની મહત્વની જાહેરાત પર એક નજર
- રેપો રેટ 0.75 ટકા ઘટાડી 4 ટકા કરાયો
- રીવર્સ રેપો રેટ 0.90 ટકા ઘટાડી 4 ટકા કરાયો
- સીઆરઆર- કેશ રીઝર્વ રેશિયો 1 ટકા ઘટાડીને 3 ટકા કરાયો, જેનાથી બેંકમાં 1.37 લાખ કરોડની લીકવીડિટી છૂટી થશે
- લીકવીડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી 0.90 ટકા ઘટી 4 ટકા કરાયો
- માર્જિન સ્ટેન્ડિંગ ફેસીલિટી 2 ટકાથી વધારી 3 ટકા કરાઈ
ચાલુ નાણાકીય વર્ષના સેકન્ડ હાફમાં જીડીપી ગ્રોથ 4.4 ટકા હાંસલ કરવો મુશ્કેલ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા અને સ્થાનિક ઈકોનોમીને સ્થિરતા આપવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી હતો. ટર્મ લોનના ઈએમઆઈ 3 મહિના માટે મોરાટોરિયમ કરાયા છે. એટલે કે મોકૂફ રખાયા છે. આપ ત્રણ મહિનાના હપ્તા નહી ચૂકવો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર નેગેટિવ અસર નહી થાય.