અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે હજુ પણ સરકાર કે પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં હાઇકોર્ટમાં કોરોના વાઇરસની મહામારીને લઈને રથયાત્રા ન યોજવા માટે અરજી કરવામાં આવી છે. જે અંગે મંદિરના મહંત દિલીપદાસજી કહ્યું હતું કે, સરકાર અને કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે અને તે મુજબ રથયાત્રા યોજવામાં આવશે.
મહત્વનું છે કે, મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવા કોર્ટે આદેશ કર્યો છે, પરંતુ અમદાવાદની રથયાત્રા યોજવા હાઇકોર્ટ મંજૂરી આપી પણ શકે છે. રથયાત્રા ન યોજાઇ પરંતુ મંદિરમાં ઉત્સવ થશે જેની તૈયારી શરૂ થઈ છે.