અમદાવાદ : દર વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસનું સંક્રમણને ધ્યાનમાં રાખી મંદિર પરિષદ ટ્રસ્ટી ગણ અને મહંત દ્વારા એક બેઠક મળી હતી. જેમાં માત્ર ગણતરીના જ કેટલાક વ્યક્તિઓને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીને ભગવાનના જળાભિષેક માટે સાબરમતી નદીના કાંઠેથી વિધિવત રીતે જળભરી મંદિર પરત લાવવામાં આવશે.
જેમાં તમામ પ્રકારના પ્રિકોશન્સ પણ લેવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે, આગામી જળયાત્રાના દિવસે કોઈપણ ભક્તો આ યાત્રામાં જોડાઈ શકશે નહીં.