જાડેજાએ જણાવ્યું હતું કે રથયાત્રામાં કોમી તોફાન બનવાની ઘટના આમ તો એક ભૂતકાળ બની ગઈ છે, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ લોકોને શાંતિ-સલામતિ-સુરક્ષાની ફરી એક વખત પ્રતિતી કરાવી છે.
કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી 142મી રથયાત્રા સંપન્ન થઈ તે માટે લગભગ 25 હજારથી જવાનોએ ખડે પગે ફરજ બજાવીને ફરજનિષ્ઠાના દર્શન કરાવ્યા છે. ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન જગન્નાથની આ 142મી રથયાત્રા રંગે ચંગે અને શાંતિપુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ તકેદારી રાખી હતી.
રથાયાત્રા સવાર કલાક 7 વાગ્યે જગન્નાથજી મંદીરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી સરસપુર પહોંચી પ્રસાદ લઈ વિશ્રામ કરી સરસપુરથી રવાના થઈ નિયત રૂટ ઉપર ફરી પસાર થઈ સાંજે નીજ મંદીરમાં પરત ફરી છે. અંદાજે 22 કિલોમીટરનો રૂટ ધરાવતી રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આખીય નગરચર્યા દરમિયાન તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેમણે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રથયાત્રાનો બંદોબસ્ત મુવિંગ, સ્ટેટીક (રૂટ તથા સંવેદનશીલ વિસ્તારોના ડીપ પોઈન્ટ સહિત), ટ્રાફિક, રથાયાત્રા સિવાયનો અને કન્ટીજન્સી એમ પાંચ ભાગમાં વહેંચાયો હતો. સાથોસાથ ચેતક કમાન્ડો, ડોગ તથા હેંડલર, નેત્ર ટીમ, પી.સી.આર, એસ.આર.પી. તથા પેરામીલેટ્રી ફોર્સ મળી કુલ ૨૫,૮૦૫ જેટલા અધિકારી / કર્મચારીઓના બંદોબસ્તના પગલે રથયાત્રા સંપન્ન થઈ છે.