અમદાવાદમાં રહેતા વિધવા વૃધ્ધાને ચાર સંતાનો છે. જેમાં એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. આ પુત્રની 23 વર્ષની પુત્રી તેના દાદી સાથે રહે છે. બે દિવસ પહેલાં વૃધ્ધા મજૂરી કામે ગયેલ હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે 23 વર્ષની પૌત્રીની ભાળ મળી ન હતી. જેથી પરિવાર સાથે મળી તેની શોધખોળ હાથ ધરી પણ તે મળી ન હતી. દરમિયાન મોડી રાત્રે એક અપંગ વ્યક્તિ વાહન પર આ યુવતીને ઘરે લઇને આવ્યો હતો. બાદમાં યુવતીને જોતાં તેના કપડાં પર માટી જોવા મળી હતી. જેથી તેની પૂછપરછ કરતા વાહન પર મૂકવા આવેલો અપંગ શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હોવાનું યુવતીએ પરિવારને જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે, રાત્રે મૂક-બધીર યુવતીને એક અપંગ વ્યક્તિ તેના વાહન પર બેસાડી ઘરે મૂકવા જવાનું કહી લઇ ગયો હતો.આ શખ્સે તેને ઘરે મૂકવાના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અંપગ આરોપી મંગેશ ભારદ્વાજે મુક-બધીર યુવતીને ઘરે મુકવાના બહાને પોતાના સાઇડ કાર સ્કુટર પર અસલાલી રિંગરોડ પર લઇ ગયો હતો. રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ મૂક-બધીર યુવતી સાથે અંધારામાં તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. અંપગ આરોપી મંગેશ ભારદ્વાજ પુછપરછ કરતા તેણે આ ઘટનાની કબુલાત કરી હતી. પોલીસ તપાસ કરતા આરોપી મંગેશ ભારદ્વાજે જણાવ્યું કે, તે આઇસ્ક્રિમનું વેચાણ કરે છે. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં માત્ર 20 દિવસમાં 3 મૂક-બધીર બાળાઓ પર દુષ્કર્મની ઘટનાએ શહેરીજનો નિશંબ્દ કરી નાખ્યા છે. પોલીસ 3 કેસમાં આરોપીની અટકાયત કરી છે.