ETV Bharat / state

Gujarat Farmers Income : ખેતી કરે ખેડૂતો અને બંગલા બને વેપારીઓના

સમગ્ર ભારતમાં ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય(industrial area in gujarat) તરીકે ગણાય છે. ત્યારે રાજ્યમાં 2.5 કરોડ જેટલા લોકો ખેતી સાથે સીધી રીતે સંકળાયેલ છે. 2019ના સર્વેને આધારીત ગુજરાત મોડલ દેશભરમાં ખેડૂતોની આવકની(Gujarat Farmers Income) દ્રષ્ટિએ દસમા ક્રમે આવે છે.

Gujarat Farmers Income: ખેતી કરે ખેડૂતો અને બંગલા બને વેપારીઓના

author img

By

Published : Dec 4, 2021, 9:28 AM IST

  • ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,631
  • ગુજરાતના ખેડૂતોની માસિક ખર્ચ 4,611
  • ગુજરાત ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 10માં ક્રમ

અમદાવાદઃ સમગ્ર ભારતમાં ગુજરાત ઔદ્યોગિક રાજ્ય(industrial area in gujarat) ગણાય છે. તેમ છતાં રાજ્યના 2.5 કરોડ જેટલા લોકો સીધા ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાત મોડલ દેશભરમાં ખેડૂતોની આવકની(Gujarat Farmers Income) દ્રષ્ટિએ દસમા ક્રમે આવે છે. સંસદના ચાલુ સત્રમાં(parliament winter session) લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં 2019ના સર્વેને આધારે આ માહિતી પ્રાપ્ત થઈ છે.

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ

પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો દેશના ઉપજાઉ અને સિંચાઈ વ્યવસ્થા ધરાવતા રાજ્યો છે. ગુજરાતમાં હવામાન ઉપર ખેતી(Agriculture Gujarat) નિર્ભર છે, ગુજરાતમાં સ્ત્રોતો ઓછા પ્રમાણમાં છે. ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ ETV ભારતને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેતી ક્ષેત્રનો ખર્ચ બમણો છે. ખેડૂતોને માથે 40 હજાર કરોડની પાક લોન અને 60 હજાર કરોડનું દેવું છે.

શા માટે ખેતી ક્ષેત્રે ખર્ચ વધુ ?

દરેક એકરે ખેતી કરવા માટે દર વર્ષે 20 હજારનો ખર્ચ થાય છે. જ્યારે સામે 18,500ની આવક થાય છે, એટલે કે દર એકરે 10 હજારની ખોટ ખેડૂતને પડે છે. આ પણ એવા ખેડૂતો છે જેઓ પોતાના બીજા ક્ષેત્રની આવક ખેતીમાં રોકે છે. જ્યારે ફક્ત ખેતી પર નિર્ભર ગરીબ ખેડૂતને એકરે 25 હજારની ખોટ જાય છે. બચતનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એટલે સામાન્ય ખેતી કરવી ખોટનો ધંધો બન્યો છે.

ખેતીમાં ભાગને લઈને પણ આવક ઓછી

એક પીપડુ ડીઝલ ખરીદવામાં 22 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાંથી સાતથી આઠ વીઘામાં ખેતી થાય છે. સામે આવક ફક્ત 10 હજાર મળે છે. આ ઉપરાંત પશુપાલનમાં ઘાસચારાનો ખર્ચ પણ વધુ હોય છે. ગુજરાતમાં ભાગીયા મજૂરીમાં ખેતી થાય છે. જો 100 મણ મગફળી પાકે અને ચાર મજૂર હોય તો દરેકના ભાગે 25 મણ આવે, તે જ પ્રમાણે આવકમાં પણ ભાગ પડે છે.

ખેડૂતોને લૂંટતા વેપારીઓ

ખેડૂત જ્યારે ખેતીની શરૂઆત કરે છે. ત્યારે ઘણી બધી રાસાયણિક દવાઓ અને મોંઘા બિયારણ લાવવા પડતા હોય છે. જ્યારે તે માલ બજારમાં વેચવા જાય છે, ત્યારે ચારથી પાંચ દલાલો ભેગા મળીને સસ્તા ભાવે ખેડૂતોનો માલ ખરીદી લે છે. તે જ માલ મોંઘા ભાવે બજારમાં વેચીને તેની મજૂરી કરતા પણ વધુ નફો તેઓ રળે છે. આમ ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી અને ગ્રાહકોને મોંઘો માલ મળે છે.

શુ છે સમસ્યાનો ઉપાય ?

ભરતસિંહ ઝાલા જણાવે છે કે, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને પણ યોગ્ય ભાવમાં વસ્તુ મળે તે માટે ભાવબંધી કરવી જરૂરી છે. એટલે કે ખેડૂતો પાસેથી પાક ખરીદવાનો પોષણક્ષમ ભાવ અને ગ્રાહકોને માલ વેચવાનો ભાવ સરકારે નકકી કરવો પડે.

આ પણ વાંચોઃ 11 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ, SDRFના નિયમોથી વધુ સહાય ચૂકવાશે, 700 કરોડની આસપાસ સહાય પેકેજ રહેશે

આ પણ વાંચોઃ organic farming: કરનાલના ખેડૂતે શુન્ય બજેટમાં કરી જૈવિક ખેતીની શરુઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.