અમદાવાદ: ભારતની સંસ્કૃતિએ ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે તે સંસ્કૃતિ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જોવા માટે દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવી રહ્યા છે. જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા ગુજરાતના ગરબા વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાતના જ લોકો ગુજરાતના સંસ્કૃતિ ભૂલી રહ્યા છે જેને લઇને લંડનમાં રેડ લોટસ દ્વારા રંગીલુ ગુજરાતનો એક કાર્યક્રમ કરવામાં આવશે.
2016 માં પ્રથમ વખત આયોજન: રંગીલુ ગુજરાતએ એક સાંસ્કૃતિક ઉત્સવ છે. જે યુકેના હ્રદય સમાન લંડનમાં રજૂ થાય છે. રંગીલુ ગુજરાતની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. જેમાં 2 દિવસમાં 27,000 થી વધુ લોકોની હાજરીઆપી હતી. રંગીલુ ગુજરાતના સર્જકો, રેડ લોટસ ઈવેન્ટ્સ યુ.કેમાં સમગ્ર વર્ષ દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરવામાં આવે છે.જેમાં આવનારી પેઢીને તેમની સાંસ્કૃતિક ઓળખ સંભાળવા અને જાળવવા માટે પ્રેરિત કરે છે. ભારતમાં સ્થિત વાઈસ મકી કોન્સેપ્ટ સાથે જોડાઈને રંગીલુ ગુજરાતને વધુ ભવ્ય અને વિગતવાર રીતે પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રંગીલુ ગુજરાત કળા અને હસ્તકલા, સંગીત, નૃત્ય, થિયેટર, સાહિત્ય, ખોરાક,જીવનશૈલી, ઇતિહાસ અને કાપડનું પ્રદર્શન કરશે. ગુજરાતી સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે ગુજરાતના લોકપ્રિય કલાકારોની પસંદગી કરવામાં આવે છે.
આ પણ વાંચો Hanuman Jayanti 2023 : લંબે હનુમાન મંદિરે મહારાષ્ટ્રમાંથી ભક્તોની સતત આવક
સપ્ટેમ્બર યોજશે રંગીલું ગુજરાત: બ્રિટિશ ગુજરાતી સમુદાય આમાં પર્ફોર્મન્સ,વિઝયુઅલ ઇન્સ્ટોલેશન અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ દ્વારા જોડાય છે. જેમ બંને દેશો વચ્ચે સમજણનો સેતુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં બ્રિટિશ સરકાર અને કાઉન્સિલ ઓફ બ્રેન્ટનું સમર્થન આપવામાં આવે છે.આ ભવ્ય ઉત્સવ 1થી 3 સપ્ટેમ્બર 2023ના રોજ યોજવામાં આવશે. જેમાં ગુજરાતમાંથી 25થી વધુ ઉભરતા કલાકારોને હોસ્ટ કરશે. તેઓ યુ.કે.માં કલાકારો સાથે મળીને કામ કરશે. આ ફેસ્ટિવલ કલા અને કલાકારોને એક પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.
રેડ લોટ્સનો મુખ્ય ઉદ્દેશ: રેડ લોટસ દ્વારા આ કાર્યક્રમ 2016માં કરવામાં આવ્યો હતો. વર્ષમાં ફરી એકવાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 50000 વધુ લોકો હાજર રહે તેવી શક્યતા છે. રેડ લોટ્સનો મુખ્ય ઉદ્દેશ ભારત જે સંસ્કૃતિને જાળવી રાખવાનો તેમજ ગુજરાતી ભાષાનું પણ પ્રભુત્વ જળવાઈ રહે, ભવિષ્યમાં પણ ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જોડવાઈ રહે મુખ્ય રેડ લોટ્સમાં ઉદ્દેશ છે. 2016 માં સફળતા બાદ આ વર્ષે આયોજન કરવામાં આવતું છે.જેમાં કચ્છની બાંધણી, લીપણ, ગુજરાતી ગીત ,ગુજરાતી સાહિત્યનું મહત્વ સમજવામાં આવશે.