અમદાવાદ: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ આજે સોમવારે ગાંધીનગર (Rajkot South MLA Govind Patel in Gandhinagar ) આવ્યા હતા. તેઓ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ લખેલા (Rajkot CP Extortion Money Case ) પત્ર મામલે સરકારને વિગતવાર રજૂઆત (MLA Govind Patel Letter)કરવા આવ્યા હતા. બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે પણ આ અંગે (Rajkot CP Extortion Money Case) તપાસના આદેશ (Home Department ordered an investigation)આપ્યા છે. અને 72 કલાકમાં તપાસ અહેવાલ આપવા જણાવ્યું છે. અને આ કેસની તપાસ વિકાસ સહાયને આપી છે. રાજકોટ ધારાસભ્ય ગોવિંદ પટેલનો લેટર બૉમ્બ મામલે, રાજકોટના વોર્ડ નંબર 13ના ભાજપ કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા સોશિયલ મીડિયા પર ગોવિંદ પટેલને શુભેચ્છાઓ પાઠવાઈ છે.
બેઠકમાં કરીને ચર્ચા કરી
રાજકોટના કટકી કેસ બાબતે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ વહેલી સવારે ગાંધીનગર આવવા નીકળ્યા હતા. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગોવિંદ પટેલે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે રૂમ બુક કરાવ્યો હતો. પરંતુ અંતિમ સમયે બુક કરાવેલ રૂમ રદ કર્યો હતો અને સીધા જ રાજ્યકક્ષાના પ્રધાન અને રાજકોટના વતની એવા અરવિંદ રૈયાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યારે અરવિંદ રૈયાણી એ સવારે 11 વાગ્યાની આસપાસ જ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે રાજકોટ પોલીસ કમિશનર બે બેઠક કરી હતી અને ત્યારબાદ ફરીથી અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી એ ફરી બેઠક યોજીને ચર્ચા કરી હતી. જ્યારે આજે સોમવાર હોવા છતાં પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સચિવાલય આવ્યા ન હતા અને સમગ્ર મામલો પોતાના નિવાસસ્થાને જ બેઠક કરીને ચર્ચા કરી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ સાથે હતા.
આ પણ વાંચોઃ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP
ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપો
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય એવા ગોવિંદ પટેલના લેટર બૉમ્બ બાદ રાજકારણમાં (MLA Govind Patel accused police commissioner )જબરો ગરમાવો આવ્યો છે. જયારે ગોવિંદ પટેલ ગાંધીનગર ખાતે આ મામલે સરકારને રજૂઆત કરવા માટે ગયા છે. પણ શું રજૂઆત કરી તે કાંઈ બહાર આવ્યું નથી. એવી ચર્ચા પણ હતી કે ગોવિંદ પટેલ પાસે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધના અનેક પુરાવા છે. તેમજ બીજા અનેક કેસમાં મનોજ અગ્રવાલ સંડોવાયેલા છે. તેના પણ પુરાવા સીએમ અને રાજ્યના ગૃહપ્રધાનને મળીને આપશે. જો કે ગોવિંદ પટેલ સીએમને મળ્યા ન હતા. અને મીડિયાથી બચીને ચાલ્યા હતા.
અધિકારીઓમાં દાખલારૂપ બેસે તેવી કાર્યવાહી થાય
આ સાથે જ રાજકોટ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Serious allegations by Congress leader Indranil)આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. ઇન્દ્રનીલ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે જ્યારે રૂપાણી સરકાર હતી. ત્યારે રાજકોટ પોલીસ અને કલેક્ટર દ્વારા ધાક ધમકીઓ આપીને ઘણા બધા લોકોની જમીનો પડવામાં આવી છે. પોલીસ કમિશનર ભાજપ સરકારના એજન્ટ છે. તેમજ આવા અધિકારીઓને સરકાર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને IPS અધિકારીઓમાં દાખલારૂપ બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે જ ઇન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે જો ગોવિંદભાઈ અને રામ મોકરિયા તેમજ અરવિંદ રૈયાણી લોકોના સાચા સેવક હોય તો પોલીસ કમિશનરનો સસ્પેન્સનનો ઓર્ડર લઈને ગાંધીનગરથી આવે.
ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી
બીજી તરફ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ઉત્તરપ્રદેશમાં મીડિયાને જણાવ્યું હતું કે ભષ્ટ્રાચાર વિરુદ્ધ સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાંસદ ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રાલે 75 લાખનું કમિશન લીધુ હોવાનો પત્ર રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને લખ્યો હતો. જે પછી ભાજપમાં ભારે ચર્ચા હતી કે ભાજપના જ સાંસદ ભાજપની સરકારના પોલીસ અધિકારીઓ સામે આવી રીતે ખુલ્લી રીતે પત્ર લખીને વિગતો મીડિયાને આપે છે. આ કઈ રીતનું બને. ત્યારે સવાલ એ થાય કે કોના ઈશારે આમ બની રહ્યું છે, તેવી ચર્ચા ભાજપના જ પ્રધાનો કરી રહ્યા છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, તેવું તેના સીનીયર નેતાઓ જ કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ