ETV Bharat / state

પશ્ચિમ રેલ્વેના રાજકોટ અને ભાવનગર મંડળોનું ઇલેક્ટ્રિક ટ્રેક્શનના નકશા પર ઐતિહાસિક પ્રવેશ - indian railway

ભારતીય રેલ્વેના 100% વિધુતીકરણના રાષ્ટ્રના મિશનની સાથે કદમ મિલાવીને પશ્ચિમ રેલ્વેએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 664 કિલોમીટરના રૂટનો સર્વોચ્ચ વીજળીકરણ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.

etv bharat
પશ્ચિમ રેલ્વેના રાજકોટ અને ભાવનગર મંડળોનું ઇલેક્ટ્રિકેસનના નકશા પર પદાપર્ણ
author img

By

Published : Jun 11, 2020, 9:16 PM IST

અમદાવાદ:ભારતીય રેલ્વેના 100% વિધુતીકરણના રાષ્ટ્રના મિશનની સાથે કદમ મિલાવીને પશ્ચિમ રેલ્વેએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 664 કિલોમીટરના રૂટનો સર્વોચ્ચ વીજળીકરણ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.

etv bharat
પશ્ચિમ રેલ્વેના રાજકોટ અને ભાવનગર મંડળોનું ઇલેક્ટ્રિકેસનના નકશા પર પદાપર્ણ

જેમાં અમદાવાદ-પાલનપુર, અમદાવાદ - વિરમગામ, વિરમગામ - મહેસાણા, સુરેન્દ્રનગર - બોટાદ - ધોલા અને સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા રેલ્વે ખંડોનો સમાવેશ થાય છે. તેમજ 10 જૂન, 2020ના રોજ,પશ્ચિમ રેલ્વેએ રાજકોટ અને ભાવનગર વિભાગમાં પાલનપુરથી બોટાદ સુધી પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનું પરિચાલન કર્યું છે.જેના પરિણામ સ્વરૂપે આ બંને મંડળોનો ઇલેક્ટ્રિક ટ્રેક્શનના નકશા પર ઐતિહાસિક પ્રવેશ થયો હતો.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, આલોક કંસલે પશ્ચિમ રેલ્વેની આ સિદ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાલનપુરથી દિલ્હી માટે અને પીપાવાવ બંદરગાહથી ડબલ સ્ટેક કન્ટેનરને લઇ જવા માટે પીપાવાવ બંદરગાહ સુધી રેલ માર્ગના વીજળીકરણની દિશામાં એક મહત્વનું પગલું છે.

પશ્ચિમ રેલવે જન સંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે, વિધુતીકરણ ક્ષેત્રમાં ડબલ સ્ટેક કન્ટેનરના સફળતાપૂર્વક ચલાવવા માટે તમામ ઝોનલ રેલની વચ્ચે આવી પ્રથમ રેલવે છે, જેના અંતર્ગત 7.57 મીટરની ઉંચાઈ વાળા OHE કનેક્શન વાયરની ઉંચાઈ પુરી પાડવામાં આવી છે. જે દુનિયામાં આ પ્રકારની પહેલી સિદ્ધિ છે.વીજળીના ટ્રેક્શન પ્રદૂષણ મુક્ત અને પરિવહનનું ઊર્જા કુશળ સાધન છે,પશ્ચિમ રેલ્વેને દર વર્ષે બળતણ ખર્ચ પર આશરે 100 કરોડ રૂપિયાની બચત થવાની ધારણા છે.આમ, ભારતીય રેલ્વે પર વિવિધ ખંડોના વિધુતીકરણ ના પરિણામે બળતણ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે.આ સિવાય, વિધુતીકરણ ટ્રેનોની ગતિશીલતા વધુ વિશ્વસનીય અને શક્તિશાળી બનાવવામાં મદદ કરશે.આ સેક્શનમાં વિભાગમાં વધુ ટ્રેનો ચલાવવાની લાઇન ક્ષમતામાં વૃધ્ધિ સુનિશ્ચિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.