હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જેથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં લો-પ્રેશર યથાવત છે. જેથી ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે, અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 87 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. પરંતુ, હવે આગામી 15 દિવસ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં પર વરસાદ નહીવત શક્યતાઓ રહેલી છે.