વાયુ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. જ્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ પડ્યો હતો. સાથે અમદાવાદ કોર્પોરેશનમાં ઝાડ પડવાની અનેક ફરીયાદો આવી હતી.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે વાયુના પગેલ હજી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે પરંતુ, ચોમાસુ હજી 25 દિવસ મોડું રહશે, ઉલ્લેખનિય છે કે વરસાદી માહોલને કારણે રાજ્યમાં ઠંકડ પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસથી પડતી અસહ્ય ગરમીમાં રાજ્યની જનતાએ હાશકારો અનુભવ્યો હોવાની વાત લોકમુખે સંભળાઈ રહી છે.
જાણો..ક્યાં કેટલો વરસાદ પડ્યો
- બનાસકાંઠાના વડગામમાં 45 mm
- પાટણ સિધ્ધપુર 41mm
- મહેસાણા કડીમાં 37 mm
- સુરત શહેર 26 mm
- ગાંઘીનગર કલોલ 40 mm
- અમદાવાદ દસ્ક્રોઇ 9 mm અને દેત્રોજમાં 15 mm
- અમદાવાદ શહેર 20 mm
- ગાંધીનગર શહેર 10 mm