ETV Bharat / state

Weather Update: રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં પડી શકે છે વરસાદ? - Rain forecast for the next five days

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ,તાપી,ડાંગ,અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા અને કચ્છ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે વરસાદ પડી શકે છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

rain-forecast-for-the-next-five-days-in-the-gujarat

author img

By

Published : Aug 1, 2023, 8:38 AM IST

અમદાવાદ: વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અજય ક્યાં પડશે વરસાદ?: આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ તેમજ સુરત, નવસારી, નર્મદા, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણમાં તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદની આગાહી: અમદાવાદમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં કુલં 24 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધંધુકામાં 110 ટકા તેમજ બાવળામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

શું છે અંબાલાલ પટેલની આગાહી?: હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે.

  1. Kutch Traveling News : ભુજના યુવાન દર રવિવારે કચ્છની અન્વેષિત જગ્યા કરી રહ્યા છે એક્સપ્લોર
  2. Dang Rain: ડાંગમાં વરસાદને પગલે 15 માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ, 22 ગામો પ્રભાવિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.