શહેરની ચાલીમાં આવેલા અનેક ઘરો સહિત રિક્ષાઓ, બાઈકો અને એકટિવામાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે અમરાઇવાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા હતા.
મહાવીર કોલોનીમાં પુરોહિત નગરમાં રહેતા નિર્મલા શર્મા નામની મહિલાના પુત્રએ તેના મિત્રને ઘરમાં આશરો આપ્યો હતો, જેની અદાવત રાખી નરેન્દ્ર ઠાકોરે તેના અન્ય સાગરિતો કમલેશ ઠાકોર, ક્રિષ્ણા મદ્રાસી, પપ્પુ પાલ, સંજય અને અતુલ તોમર સાથે આવી નિર્મલા શર્માના દરવાજામાં તલવારો મારી હતી. વીજ મીટર તોડી નાખ્યું હતું અને આસપાસમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસને જાણ કરતાં આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જો કે, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.