ETV Bharat / state

પંજાબમાં CM પદના કૉંગી ઉમેદવાર ચન્નીને ધૂળ ચટાડનારા AAPના નેતાએ ગુજરાત ચૂંટણી અંગે શું કહ્યું જૂઓ - Arvind Kejriwal Delhi CM

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લાભસિંહ ઉગોકે (Punjab AAP MLA Labh Singh Ugoke) ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ (AAP Election Campaign in Ahmedabad) પહોંચ્યા હતા. આ એ જ ઉમેદવાર છે જેમણે પંજાબમાં કૉંગ્રેસના મુખ્યપ્રધાન પદના ચહેરા ચરણજિતસિંહ ચન્નીને હરાવ્યા (Punjab Congress CM Face Charanjit Singh Channi) હતા. ત્યારે તેમણે ETV Bharat સાથેની વાતચીતમાં ગુજરાત ચૂંટણી અંગે (Gujarat Election 2022) મહત્વની વાત કરી હતી.

પંજાબમાં CM પદના કૉંગી ઉમેદવાર ચન્નીને ધૂળ ચટાડનારા AAPના નેતાએ ગુજરાત ચૂંટણી અંગે શું કહ્યું જૂઓ

author img

By

Published : Dec 3, 2022, 2:12 PM IST

અમદાવાદ રાજ્યમાં હવે 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યો હતો. તે અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પંજાબના નેતા લાભસિંહ ઉગોકે (Punjab AAP MLA Labh Singh Ugoke) પ્રચાર માટે અહીં આવ્યા હતા. આ ધારાસભ્યએ પંજાબમાં મુખ્યપ્રધાન પદના કૉંગી ઉમેદવાર ચરણજિતસિંહ ચન્નીને ચૂંટણીમાં હરાવી દીધા હતા.

કેજરીવાલે મને કહ્યું હતું કે જીત થશે જઃ લાભસિંહ આપના ધારાસભ્ય લાભસિંહે (Punjab AAP MLA Labh Singh Ugoke) ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે મારે પંજાબમાં મુખ્યપ્રધાન પદના દાવેદાર ચરણજિતસિંહ સામે લડવાનું થયું ત્યારે અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Delhi CM) મને લખીને આપ્યું હતું કે, તારી જીત ચોક્કસ થશે. તે સમયે મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો હતો. ગુજરાતની વાત કરવામાં આવે તો, પંજાબમાં જે પ્રમાણે સમસ્યાઓ હતી તેવી સમસ્યાઓ ગુજરાતમાં જ જોવા મળી રહી છે. બસ ગુજરાતની જનતા હવે મન બનાવી ચૂકી છે કે, આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીત દરમિયાન ગુજરાત ચૂંટણી (Gujarat Election 2022) તેમ જ પંજાબમાં તેમની ચૂંટણી સમયના અનુભવ અંગે જણાવ્યું હતું.

કેજરીવાલે મને કહ્યું હતું કે જીત થશે જઃ લાભસિંહ

પ્રશ્ન સામાન્ય વર્ગથી લઈ રાજનીતિમાં આવ્યા છો કેવી રીતે આપ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છો?

જવાબ વર્ષ 2013માં જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો એક વિચાર હતો. જે જંતરમંતરથી અવાજ ઊઠ્યો છે. તે ભારતની પ્રકૃતિને બદલશે અને પંજાબ અમે ખરાબ સમય રાજનીતિનો જોયો છે. પંજાબના લોકોની સમસ્યાઓ જે હતી. તે જૂની રાજકીય પાર્ટીઓએ સમસ્યા દૂર કરી નહતી. વર્ષ 2013 પછી 2014 અને 2017માં અમે સતત પ્રયત્નો કર્યા અને આખરે 2022માં પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની અને મેં ઘરે ઘરે જઈને કહ્યું હતું કે, હું તમારામાંથી જ છું જ. એને મને ખબર છે કે, આપણી સમસ્યાઓ કઈ કઈ છે. અને મુખ્યપ્રધાનના દાવેદાર ચરણજીતસિંહને મેં નથી હરાવ્યો, પરંતુ મારી વિધાનસભામાં આવતી જનતાએ તેમને હરાવ્યો છે. મેં તેમને વિનંતી કરી હતી કે તમે મને સાથ આપો એ પંજાબમાં છેલ્લા 8 મહિનાથી સારી રીતે કામ કરી રહી છે.

પ્રશ્ન અરવિંદ કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે કહે છે કે એક મોબાઇલ દુકાનમાં કામ કરતો યુવાને મુખ્યપ્રધાનના દાવેદારને હરાવ્યો છે. તો તેના વિશે તમારું શું માનવું છે?

જવાબ જ્યારે અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Delhi CM) લખીને આપ્યું હતું કે, ચરણજીતસિંહ ચન્ની હારી રહ્યા છે. તે વાતથી મારો આત્મવિશ્વાસ વધારે વધી ગયો હતો. જેને જોઈને જ હું રાજનીતિમાં આવ્યો છું તે જ લખીને આપે છે કે તમારી સામે મુખ્યપ્રધાનના દાવેદાર હારી રહ્યા છે. તેથી મને ડર જ રહ્યો નહતો અને અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal Delhi CM) વિશ્વાસ છે જ મને જીત અપાવી છે. જેથી હું આજ પ્રજાના સેવક તરીકે મારી વિધાનસભામાં ધારાસભ્ય છું.

પ્રશ્ન મોબાઈલની દુકાનમાં કામ કરતા હતા અને રાજનીતિમાં આવવાનું કારણ શું હતું?

જવાબ રાજનીતિમાં આવવાનું મુખ્ય કારણ એ હતું કે, અમે બધા જોઈ રહ્યા હતા કે કે સરકારી નોકરીઓ મળતી નહતી. મેં પણ અનેક સરકારી નોકરીઓ પણ તૈયારી કરી હતી. તેમ છતાં સરકારી નોકરી મળતી નહતી અને તેની પરિસ્થિતિ એવી હતી કે જ્યાં સુધી તમારા ખિસ્સામાં પૈસા નથી તો તમને સરકારી નોકરી મળી શકે તેમ નહતી. ત્યારે એક જ વિચાર આવતો હતો કે, આમ આદમી પાર્ટીની સરકાર સરકારી નોકરીઓ મળી જશે એટલે મેં પાર્ટી માટે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2017માં માત્ર 20 સીટ આવી હતી. પરંતુ અમે સતત કામ ચાલુ રાખ્યું અને 2022માં બહુમતી સાથે પંજાબમાં સરકાર બનાવી અને આજે ભગવત મનના નેતૃત્વમાં 21,000 થી વધુ સરકારી નોકરી યુવાનોને આપવામાં આવી છે.

પ્રશ્ન તમે જ્યારે મોબાઈલની દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીને જ સમર્થન કરતા હતા કે અન્ય રાજકીય પાર્ટીના સમર્થનમાં હતા

જવાબ ના, મારા પિતા, દાદા, કાકા કોઈ દૂર દૂર સુધી પણ રાજકીય પાર્ટીમાં હતાં નહીં. હું પ્રથમ વ્યક્તિ છું, જે આમ આદમી પાર્ટીમાં સંકળાયો અને રાજકારણમાં સક્રિય રીતે આવ્યો છું. વર્ષ 2012માં આમ આદમી પાર્ટી પંજાબમાં આવી અને વર્ષ 2013માં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. ત્યારે ભગવંત માન પણ એક કોમેડી કાર્યક્રમની અંદર એક ખૂબ જ મોટું નામ હતું. તે પણ અમારા ઉમેદવાર બની ગયા હતા. અમે વર્ષ 2013થી જ પ્રચાર શરૂ કરી દીધો હતો. અમારી લોકસભા પરથી જ ભાગવત માન MP બન્યા હતા. અમારી વિધાનસભા પરથી જ સૌથી વધુ મત ભગવંત માનને મળ્યા હતા.

પ્રશ્ન એક સામાન્ય દુકાનમાં કામ કરતા માણસથી હવે તમે તમારા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છો જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું?

જવાબ પરિવર્તન એટલું જ આવ્યું કે, મારા માતા પિતાએ મને એટલું જ શીખવ્યું હતું કે, જમીનને જોડાઈને જ રહીશ. પોતાના લોકો સાથે જોડાઈને રહીશ તો મોટું વૃક્ષ બની જઈશ. જો માટીમાંથી તેનું મૂળ કાઢી નાખીશ તો સુકાઈ જઈશ. આ મારા પિતાજી મને શીખવાડ્યું હતું પરિવર્તન એટલું જ આવ્યું છે કે, મારી ઉપર પહેલા મારા પરિવારનો જ ભાર હતો. પરંતુ હવે મારે વિધાનસભાના 74 ગામ અને 2 શહેરની જવાબદારી છે. એટલે પરિવર્તન એવું નથી લાગતું કે, હું નેતા બની ગયો કે ધારાસભ્ય બની ગયો, પરંતુ હું પણ હાલ પહેલા જેવી રીતના લોકો વચ્ચે જતો હતો તેવી રીતે જ જઈ રહ્યો છું. જ્યારે હું લોકો વચ્ચે જાઉં છું ત્યારે લોકોના આશીર્વાદ લઉં છું.

લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરું છું. ત્યાં સુધી છું ત્યાં સુધી હું મારી વિધાનસભાના લોકો સાથે રહીશ. તેમની સમસ્યાનો નિવારણ કરીશ. તેવું જ મારા માતા-પિતાએ પણ કહ્યું છે. અમારી સરકારની સામે પણ કહીએ છીએ કે લોકોની આ સમસ્યા છે. તેના માટે પણ ફંડ આપવામાં આવે જેથી લોકોની સમસ્યાઓ પણ તમે દૂર કરીએ છીએ. છેલ્લા આઠ મહિનામાં અમે સારા કામો કર્યા છે. 8 મહિનામાં 21,000 જેટલા યુવકોને સરકારી નોકરી આપી છે. સુધી અંદાજિત 200 જેટલા મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી સુધી બીજા 500 મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. 18 વર્ષથી જૂની પેન્શન યોજના પણ જે સમસ્યા હતી તે પણ દૂર કરી જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે.

પ્રશ્ન 27 વર્ષથી ગુજરાતમાં એકતરફી ભાજપનું શાસન છે શું તમને લાગી રહ્યું છે કે આ વખતે પરિવર્તન થશે?

જવાબ ગુજરાત મોડલ (Gujarat Model) જે સમગ્ર દેશમાં બતાવવામાં આવી રહ્યું છે. તે અમે ગુજરાતના ગામડામાં જોઈને જોયું છે જે બતાવવામાં આવે છે. તે ગુજરાત મોડલ નથી પરંતુ ફેક મોડલ છે. ગુજરાતના એક ગામમાં પણ એક પાકો રસ્તો નથી. ગુજરાત ગુજરાતી જનતા મન બનાવી ચૂકી છે કે આ વખતે ચૂંટણીની અંદર ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. કેમકે જે લોકો છે તેની હાલત પંજાબની જેમ જ છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ હતું અને અહીંયા ભાજપ છે માત્ર આ જ ફરક જોવા મળી રહ્યો છે. સતત 27 વર્ષથી એક તરફી શાસનથી ગુજરાતની જનતા પણ કંટાળી ગઈ છે એટલે હવે ગુજરાતમાં આ વખતે પરિવર્તન થશે તે નિશ્ચિત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.