ETV Bharat / state

ધંધુકા નજીક ખાનગી લક્ઝરી બસ પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત, 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ

ધંધુકા બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસએ પલ્ટી મારી જતા 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ધંધુકાના ખડોળ પાટિયા પાસે આ ઘટના બની હતી.

ધંધુકા નજીક ખાનગી લક્ઝરી બસ પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત, 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ
ધંધુકા નજીક ખાનગી લક્ઝરી બસ પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત, 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ
author img

By

Published : Sep 7, 2021, 12:00 PM IST

  • ધંધુકાના ખડોળ પાટિયા પાસે એક દૂર્ઘટના સર્જાઇ
  • ટ્રાવેલ્સ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા

અમદાવાદ: ધંધુકાના ખડોળ પાટિયા પાસે એક દૂર્ઘટના સર્જાઇ હતી. બગોદરા રોડ પર ટ્રાવેલ્સ જઇ રહી હતી તે સમયે પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જઇ રહી હતી

ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ટુર જઇ રહી હતી. તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુર 6 સ્થળેથી 108 ઘટના સ્થળે પહોંચી હતી.

તમામ ઈજાગ્રસ્તોનો ધંધુકા હોસ્પિટલ સારવાર અર્થે

તમામ ઈજાગ્રસ્તોનો હાલ ધંધુકા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયામાં આવ્યા છે. ત્યાર બાદ 4 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.વહેલી સવારે આ ઘટના બની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.