અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રીના ડીગ્રી માંગવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેની સામે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં આ ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. જોકે આજે આ કેસમાં અરવિંદ કેજરીવાલ ની અરજી પર સુનાવણી ટળી હતી. આજે સુનાવણીમાં એડવોકેટ તુષાર મહેતા ગેરહાજર રહેતા સુનાવણી ટળી હતી. આ સમગ્ર મામલે હવે વધુ 18 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
18 ઓગસ્ટે વધુ સુનાવણી થશે : ગત સુનાવણીમાં અરવિંદ કેજરીવાલના એડવોકેટ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે, અમારા તરફથી આજે કોર્ટમાં રિજોઇન્ડર દાખલ કરવામાં આવ્યું છે. વર્ષ 2016માં દાખલ થયેલા કેસમાં યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી યુનિવર્સિટીની સાઇટ પર ઉપલબ્ધ છે. યુનિવર્સિટી વેબસાઈટ પર કોઈ જ ડિગ્રી ઉપલબ્ધ નથી. આ મુદ્દે તેની યુ-ટ્યુબ પરથી આખી ટ્રાન્સસ્ક્રિપટ તૈયાર કરાઈ છે અને તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.
શું છે સમગ્ર કેસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી માંગવા મુદ્દે વર્ષ 2016થી ગુજરાત હાઇકોર્ટમાં દિલ્હીના વડાપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીનો કેસ ચાલતો હતો. ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના મુદ્દાના આ કેસ પર 31 માર્ચ, 2023 એ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડીગ્રી ન બતાવવા જણાવ્યું હતું. તેમજ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો.
રીવ્યુ પિટિશન ફાઇલ કરી : હાઇકોર્ટે આપેલા આ ચુકાદા સામે અરવિંદ કેજરીવાલે રીવ્યુ પિટિશન ફાઇલ કરી છે. આ રિવ્યુ પિટિશનમાં હુકમમાં હાઇકોર્ટે કરેલા અવલોકનો ક્ષતિ પૂર્ણ હોવાની રજૂઆત સાથે તેમાં રિવ્યુની જરૂરિયાત હોવાની અરજીમાં રજૂઆત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સીટીએ વડાપ્રધાનની ડીગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર હોવાનું જણાવ્યું હતું. જે ડીગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી આથી હુકમમાં કરેલ આ બાબત ક્ષતિપૂર્ણ છે.