- વડાપ્રધાનનો 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ થશે શરૂ
- એરપોર્ટથી કેશુભાઈ પટેલના ઘરે જશે પીએમ
- કેવડીયાથી સી પ્લેનમાં અમદાવાદ આવશે પીએમ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ આવવાના છે, ત્યારે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. જે બાદ તેઓ ગાંધીનગર જશે, ત્યાંથી કેવડીયા જશે અને શનિવારે કેવડિયાથી અમદાવાદ પરત ફરશે.
ગાંધીનગરથી મોદી કેવડિયા જઇ કરશે વિવિધ કાર્યક્રમનું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ પર 9-30 વાગે નરેન્દ્ર મોદી પહોંચશે. જે બાદ તેઓ અહીંથી સીધા કેશુભાઈ પટેલના ઘરે જઇ વડાપ્રધાન તેમના પરિવારને મળશે. કેશુભાઈના ઘરેથી વડાપ્રધાન પોતાના માતા હીરાબાને પણ મળવા જાય તેવી શકયતા છે. ગાંધીનગરથી મોદી કેવડિયા જશે ત્યાં વિવિધ કાર્યક્રમનું લોકાર્પણ કરશે. જે બાદ રાત્રી રોકાણ પણ કેવડીયામાં જ કરશે અને શનિવારે કેવડિયા સી પ્લેનનું ઉદ્ઘાટન કરીને સી પ્લેનમાં અમદવાદ આવશે. ત્યારબાદ અમદાવાદથી સીધા દિલ્હી જવા રવાના થશે.